ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 13 માર્ચ 2014 (16:14 IST)

ભાજપની ત્રીજી યાદીમાં પણ મોદી નહી ? બિહારની મોટાભાગની સીટોનો નિર્ણય

P.R
લોકસભા ચૂંટણી માટે બીજેપી થોડી જ વાર લિસ્ટ જાહેર કરવાની છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મીટિંગ ચાલુ છે અને સૂત્રોનુ કહેવુ છે કે આજે લગભગ 150 ઉમેદવારોના નામની જાહેરાત થશે. પ્રતિષ્ઠાનો સવાલ બનેલ વારાણસી, લખનૌ અને કાનપુર સીટોને લઈને આજે સ્થિતિ સ્પષ્ટ થવાની આશા નથી. ચર્ચા છે કે રાજનાથ સિંહ આ વખતે ગાજિયાબાદને બદલે લખનૌથી ચૂંટણી લડવા માંગે છે. જ્યારે કે પાર્ટીના પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીના વારાણસી મેદાનમાં ઉતરવાની શક્યતા છે. હાલ વારાણસીથી બીજેપીના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી સાંસદ છે.

આજે જે રાજ્યોના ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતા છે. તેમા બિહાર ગુજરાત ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ છે. સૂત્રોએ જણાવ્યુ કે બીજેપીના બિહારની 24 સીટો પર ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. બધા 12 સાંસદોને ટિકિટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મુજફ્ફરપુરથી અજય નિષાદ, આરાથી પૂર્વ ગૃહ સચિવ આર. કે. સિંહ ઓરંગાબાદથી સુશીલ કુમાર સિંહ ઉજિયાપુઅરથી નિત્યાનંદ રાવ. પૂર્વ પેટ્રોલિયમ સચિવ આર એસ પાંડેયને વાલ્મીકિંગર, જહાનાબદથી રાહુલ શર્માને ઉમેદવાર બનાવવાની શક્યતા છે.

બીજેપી બિહારમાં 30 સીટો પર જ ચૂંટણી લડશે. પાર્ટીએ આ ગઢમાંથી 7 સીટો રામ વિલાસ પાસવાની લોક જનશક્તિ પાર્ટી અને 3 સીટો ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય સમતા પાર્ટી માટે છોડી છે. સૂત્રોનુ કહેવુ છે કે પોતાની કોર્ટની 30માંથી 6 સીટો પર બીજેપી ઉમેદવારોની જાહેરાત આજે નથી કરવામાં આવી રહી. આ સીટોમાં પાટલિપુત્રનુ નામ પણ છે. અહીથી બીજેપીમાં ગઈકાલે જ જોડાયેલ લાલૂ યાદવના વિશ્વાસપાત્ર રામકૃપાલ યાદવને ઉમેદવાર બનાવવાની ચર્ચા છે. એવુ કહેવાય રહ્યુ છે કે મોદીના સમર્થક મનાતા પૂર્વ મંત્રી ગિરિરાજ સિંહને ટિકિટ મળી નથી. તેઓ નવાદા કે બેગૂસરાયથી ટિકિટ માંગી રહ્યા છે.