બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 21 માર્ચ 2014 (20:24 IST)

મતદારયાદીમાં ચૂંટણીપંચે વ્યંઢળોને અલગ ઓળખ આપી

P.R
લોકસભાની ચૂંટણીમાં આ વખતે સ્ત્રી અને પુરુષોની સાથે વ્યંઢળો પણ સ્વતંત્ર ઓળખ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે. અત્યારસુધી વ્યંઢળોને સ્ત્રીઓમાં સમાવી લેવાતા હતા પણ આ વખતની મતદારયાદીમાં ચૂંટણીપંચે તેમને અલગ ઓળખ આપી છે. ચૂંટણીપંચની યાદી અનુસાર ગુજરાતમાં ૨૬૨ વ્યંઢળ મતદારો છે જેમાંથી સૌથી વધુ ૫૬ મતદારો સુરત બેઠકમાં નોંધાયેલા છે.

૧૬મી લોકસભા ચૂંટણી માટે કાઉન્ટ ડાઉનનો પ્રારંભ થઇ ગયો છે. ગુજરાતમાંથી આ વખતે કુલ ૩ કરોડ ૯૮ લાખ ૭૧ હજાર ૫૭૧ મતદાતા પોતાનો કિંમતી મત આપવા માટે પાત્રતા ધરાવે છે. ગુજરાતની લોકસભા કે વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં અગાઉ કદી આટલી મોટી સંખ્યામાં મતદારોએ ભાગ લીધો નથી.
અગાઉ યોજાયેલી ૧૫ લોકસભાની ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર્સ એટલે કે વ્યંઢળોને અલગથી સ્થાન આપવામાં આવ્યું નહોતું. અલબત્ત, આ વખતે ૧૬મી લોકસભાની ચૂંટણી સાથે જ ચૂંટણીપંચે પુરુષ, મહિલા સાથે એક 'અધર્સ' કેટેગરી ઉમેરી છે જેમાં વ્યઢંળને સ્થાન આપવામાં આવ્યું છે.
ચૂંટણીમાં મત આપવા પાત્રતા ધરાવતા સૌથી વ્યંઢળોની સંખ્યા સુરતમાં છે. સુરતમાંથી ૫૬ વ્યઢંળ મત આપવા પાત્રતા ધરાવે છે જ્યારે વડોદરા (શહેરી તથા ગ્રામ્ય)૩૬ સાથે બીજા સ્થાને છે. ગુજરાતના કુલ ૧૦ જીલ્લા એવા છે જેમાં એકપણ વ્યઢંળ મતદાતાનો સમાવેશ થતો નથી.
ગુજરાતમાંથી કુલ ૨ કરોડ ૯ લાખ જેટલા પુરુષ અને ૧ કરોડ ૯૦ લાખ જેટલી મહિલા મતદાતા મત આપવા પાત્રતા ધરાવી રહ્યા છે. ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા એક અધિકારીના મતે આ વખતે ૨૬૦ કરતાં વધુ વ્યંઢળોની મત આપવા નોંધણી થઇ છે તેમાંથી મોટાભાગના ૧૮થી ૨૫ વર્ષની વયજૂથના છે. અગાઉ યોજાતી ચૂંટણીમાં આ ટ્રાન્સજેન્ડર્સને શેમાં સ્થાન આપવું તેને લઇ ભારે મતમતાંર પ્રવર્તતા હતા.
આ વિષે અમદાવાદના એક ટ્રાન્સજેન્ડરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે 'મતદાતાની શ્રેણીમાં અલગથી જાતિમાં સમાવેશ કરવાના ચૂંટણીપંચના નિર્ણયને અમે આવકારીએ છીએ. અમને તેનાથી એક અલગ ઓળખ મળી છે