મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 31 માર્ચ 2014 (15:19 IST)

મહેસાણામાં ત્રિકોણીય જંગ.....

P.R
મહેસાણા જિલ્લોએ કડવા પટેલોનું પ્રભુત્વ ધરાવતી મહેસાણા લોકસભા બેઠક ઉપર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ કરી જીતની આશા બાંધી છે ત્યારે પ્રથમથી જ ભાજપના આ ઉમેદવારનો સખ્ત વિરોધ કરી પક્ષ સાથે છેડો ફાડી આપમાં જોડાયેલા સમસ્ત ૮૪ કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ વંદનાબેન પટેલને આપ પાર્ટીએ શુક્રવારે મહેસાણા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરતાં ત્રિકોણીયો જંગ સર્જાયો છે. મહેસાણા બેઠક ઉપર કોંગ્રેસના ૪૨ સમાજના જીવાભાઇ પટેલ, ભાજપના ૮૪ કડવા પાટીદાર સમાજના જયશ્રીબેન પટેલ અને આપ પાર્ટીના વંદનાબેન પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. પાટીદાર મતોનું ધ્રુવિકરણ થવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી. કડવા પાટીદારોની મુખ્ય સંસ્થા ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ સામે જાહેરમાં વિરોધ પ્રદર્શિત કરાતા ભાજપની મુશ્કેલી વધી છે ત્યારે કડવા પટેલની બહુમતિ ધરાવતી આ બેઠક ઉપર આપ પાર્ટીએ વંદનાબેન પટેલને ઉમેદવાર જાહેર કરતાં ત્રીજો પક્ષ મહત્ત્વની ભૂમિકા ભજવે તેવુ ચૂંટણી વિશ્લેષકો માની રહ્યાં છે.