શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 15 માર્ચ 2014 (13:08 IST)

મારો વિરોધ હોવા છતા શ્રીરામુલુનો પક્ષમાં સમાવેશ - સુષમાનુ ટ્વીટ

શનિવારે લોકસભાના ઉમેદવારોને નક્કી કરવાની મહત્વની બેઠક મળવાની છે તે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહેલા મતભેદો હવે ઉડીને આખે આવી રહ્યા છે.
P.R

બેલ્લારી બંધુઓ સાથે નજીકનો સંબંધ ધરાવતા શ્રીરામુલુનો પક્ષમા સમાવેશ કરવામાં આવ્યો હોવાથી સુષ્મા સ્વરાજે નારાજગી વ્યક્ત કરી છે.

ટ્વિટને સહારે વ્યક્ત કરી નારાજગી

સુષ્માએ ટ્વિટ કરીને કીધુ છે કે હુ એ વાતની સ્પષ્ટતા કરી દેવા માંગુ છુ કે મારો સખત વિરોધ હોવા છતા શ્રીરામુલુ પાર્ટીનો પક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સુષ્મા સ્વરાજ કેમ નારાજ ?

શ્રીરામુલુએ નવેમ્બર 2011માં બીજેપી છોડીને તેમની નવી પાર્ટી બનાવી હતી. તેઓ એક સમયે જનાર્દન રેડ્ડીના ખૂબ નજીકના માનવામાં આવતા હતા. હાલ રેડ્ડી ગેરકાયદે ખાણના કેસમાં આંધ્રપ્રદેશની જેલમાં બંધ છે. વાત એટલે સુધી છે કે શ્રીરામુલુ સુષ્માને મા કહીને બોલાવે છે પરંતુ ગેરકાયદે ખાણના કેસ પછી સુષ્માએ શ્રીરામુલુ અને રેડ્ડી સાથેના તેમના સંબંધો પૂરા કરી દીધા છે.

શ્રીરામુલુએ શું કહ્યું હતું ?

જ્યારે સુષ્મા સ્વરાજની નારાજગી વિશે તેમને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ હતુ કે તે મારી મા સમાન છે અને તેમની સાથે વાત કરીને હુ તેમને મનાવી લઈશ.

શ્રીરામુલુએ પાર્ટી જોઈન્ટ કર્યા પછી પત્રકાર પરિષદમાં કહ્યુ છે કે તેઓ દેશના ભક્ત છે અને તેઓ દેશની ભલાઈ માટે પક્ષમાં પાછા આવ્યા છે અને તેઓ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવીને દેશને બચાવવા માગે છે.બ્રૈલ, લૉરન.