શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 એપ્રિલ 2014 (11:04 IST)

મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા માંગતી હતી પ્રિયંકા

વારાણસીને લઈને એક મોટા સમાચાર છે. એક અંગ્રેજી છાપાએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા અહીંથી ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડવા માંગતી હતી. પણ પાર્ટીના ટોચના નેતૃત્વએ તેમને મંજૂરી ન આપી.   
 
છાપા  મુજબ, પ્રિયંકએ મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી હતી. પણ પાર્ટી અધ્યક્ષે તેની મંજૂરી આપી નહી અને ત્યાના સ્થાનીક કોંગ્રેસ સાંસદ અજય રાયને મેદાનમાં ઉતારી દીધા. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે વારાણસીથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મોદીને પડકાર આપી રહ્યા છે. બીજી બાજુ કોમી એકતા દળના મુખ્તાર અંસારીને મેદાન છોડી દેતા અહી ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. 
 
છાપાએ દાવો કર્યો છે કે મા સોનિયા અને ભાઈ રાહુલની સંસદીય સીટ રાયબરેલી અને અમેઠીમાં ચૂંટણી પ્રચાર સુધી સીમિત રહેનારી પ્રિયંકાએ વારાણસીથી ચૂંટણી લડવાની ઈચ્છા બતાવી હતી. તેમનુ કહેવુ હતુ કે મોદી આ દેશ માટે યોગ્ય નથી. તેથી તેમને રોકવા જરૂરી છે. પણ પાર્ટીએ એ માટે મંજૂરી આપી નહી. પાર્ટીના સ્થાનીક નેતાને મહત્વ આપ્યુ જેથી બહારના હોવાને નાતે મોદીને ઘેરી શકાય.  અત્રે એ ઉલ્લેખનીય છે કે પાર્ટીના વારાણસીથી ઉમેદવાર અજય રાયે બે દિવસ પહેલા જ પ્રિયંકાને પ્રચાર કરવા માટે બોલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રિયંકાએ આશ્વાસન આપ્યુ કે તે ચોક્કસ તેમની મદદ કરશે.