શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 મે 2014 (09:01 IST)

મોદી સરકાર : સરકારમાં કોણો કોણો સમાવેશ રહેશે ?

લોકસભા ચૂંટણી માટે મતદાન સંપન્ન થયા બાદ હવે ચૂંટણી પરિણામની રાહ જોવાય રહી છે. પણ તે દરમ્યાન પ્રસારિત થયેલા ન્યૂઝ ચેનલોના એક્ઝીટ પોલે ભાજપમાં ગરમાવો લાવી દીધો છે. છેલ્લા બે દિવસથી ભાજપનું એપી સેંટર ગાંધીનગર બની ગયુ હોય એમ લાગે છે. આજે ભાજપના ત્રણ દિગ્ગજો મોદીની મુલાકાતે છે. 
 
મોદી સરકારને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 16મમી લોકસભામાં જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની તો તે સરકાર સૌથી ઓછા મંત્રીઓ ધરાવતી સરકાર હશે. કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 20 જેટલીજ હશે. આ ઉપરાંત મોદી સરકારમાં કોનો કોનો સમાવેશ થશે તે પ્રકારણી અટકળો પણ તેજ બની ગઈ છે. જે મુજબ નીચે જણાવેલ મંત્રીઓને કયા પદો મળે તે એક અનુમાન છે. 
 
રાજનાથ સિંહ - ગૃહ મંત્રાલય 
સુષ્મા સ્વરાજ - રક્ષા પ્રધાન 
નિતિન ગડકરી - ઈંફ્રાસ્ટ્રક્ચર કે રેલ પ્રધાન 
રામ વિલાસ પાસવાન - હેલ્થ ડિપાર્ટમેંટ 
મુરલી મનોહર જોષી અને અરૂણ જેટલી - નાણાં પ્રધાન - વિદેશ પ્રધાન 
 
લોકસભાના સ્પીકર પદે ફીટ થઈ શકે સુષ્મા કે અડવાણી 
 
આ ઉપરાંત સુષ્મા સ્વરાજને લોકસભા સ્પીકર બનાવી શકાય તો બીજી બાજુ એવી અટકળો છે કે લાલકૃષ્ણ અડવાણીને લોકસભાના સ્પીકર બનાવી શકાય. નરેન્દ્ર મોદીનો ટકરાવ સુષ્મા સ્વરાજ અને લાલ કૃષ્ણ અડવાણી સાથે થતો આવ્યો છે તે જગજાહેર છે. પરંતુ સાર્વજનિક રીતે તેઓ હંમેશા અસ્વીકાર કરતા આવ્યા છે. મનાય રહ્યુ છે કે મોદી સરકારમાં સુષ્મા અને અડવાણીની ભૂમિકા શુ રહેશે તે બાબતે સ્પષ્ટ કહી શકાય નહી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપાના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી થોડા દિવસ અગાઉ સંઘ પ્રમુખને મળ્યા હતા. જેમા તેમણે રજૂઆત કરી હતી કે જો કેન્દ્રમાં ભાજપની સરકાર આવે તો વરિષ્ઠ નેતાઓનું ધ્યાન રાખવામાં આવે.  જો કે સુષ્મા સ્વરાજ ઈચ્છી રહ્યા છે કે મોદી સરકારમાં તેમને સન્માનજનક સ્થાન મળે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. 
 
ભાજપના અધ્યક્ષ બની શકે છે ગડકરી 
 
ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહને મંત્રી પદ મળે તો તેમની જગ્યાએ નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવી શકાય તેવી અટકળો છે. 
 
અરુણ જેટલી હારશે તો ? 
 
જો કે અરુણ જેટલી અમૃતસર બેઠક જીતવામાં સફળ થશે કે તે નિશ્ચિત નથી. એક્ઝીટ પોલના આવેલા તારણ મુજબ અરુણ જેટલી અમૃતસર બેઠક લટકતી તલવાર સમાન છે. 
 
મોદી સાથે વિપક્ષમાંથી કોણ આવશે કોણ રહેશે દૂર 
 
મોદી સાથે કોણ આવશે તે મુદ્દો પણ ચર્ચામાં છે. બીજુ જનતા દળના પ્રવક્તા ત્રિપાઠીએ કહ્યુ કે તેઓ એનડીએ સરકારને શરતો સહિત સમર્થન આપી શકે છે. જ્યારે કે તેનાથી વિરુદ્ધ બીજૂ જનતા દળના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ કે આગામી કેન્દ્ર સરકારને સમર્થન આપવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.  
 
એનસીપી ભાજપને લઈને પરદા પાછળ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. મંગળવારે એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યુ કે  તેઓ એનસીપી સ્થિર સરકારને મહત્વ આપશે. જો ભાજપ મોટી પાર્ટી બનશે તો તે જનાદેશનુ સન્માન કરવુ જોઈએ. તો બીજી બાજુ 9 મેના રોજ લંડનથી મિની વેકેશન માણીને આવેલા શરદ પવારે ટેલિફોનિક માધ્યમથી જયલલિતા, મમતા બેનર્જી, નવીન પટનાયક, જગન મોહન રેડ્ડી જેવી સ્થાનીક પાર્ટીઓના સંપર્કમાં છે.