ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 19 માર્ચ 2014 (11:41 IST)

મોદી સહિત ગુજરાતમાં તમામ સીટોની જાહેરાત આજે થઈ શકે છે

ગુજરાતમાં ટીકિટ બાબતે આજે અસંતુષ્ટોસાંસદોને કેટલો ન્યાય મળી શકે

P.R
ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગુજરાતની તમામ બેઠકોના ઉમેદવારો આજે જાહેર થવાની સંભાવના છે. કહેવાય છે કે મોદીની હાજરીમાં ચાલેલી કવાયતો બાદ દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડને દેખાડા માટે જે પેનલો નક્કી થઈ તેમાં મોટાભાગના વર્તમાન સાંસદોને સમાવીને અસંતોષોની આગને ઠારવા કામચલાઉ પ્રયાસ કરાયો છે. આ પેનલ નક્કી કરી હોવા છતાં ઘણા બધા વર્તમાન સાંસદો કપાઈ રહ્યા હોવાની વાતોએ ચકડોળે ચડી છે. નરેન્દ્ર મોદી ખુદ ગુજરાતની એક સીટ પરથી લડી રહ્યાનું પણ લગભગ નક્કી થઈ ગયું છે સાથે સાથે લાલકૃષ્ણ અડવાણીને પણ ગાંધીનગરની બેઠક આપી તેમની ઈચ્છા પૂરતી કરવાનો પણ મનસૂબ જાહેર ચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતવિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો માટે પણ પેટા ચૂંટણી હોવાથી તેના ઉમેદવારોની યાદી આજે જાહેર થાય તેવી સંભાવના છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યાનું જાહેર થઈ ગયું છે પરંતુ ગુજરાતની કઈ બેઠક પરથી લડશે તે હજી અકબંધ રાજ રાખ્યું છે. એક મોવડી મંડળ દ્વારા એક વિશેષ રજૂઆત પણ કરવામાં આવી છે જેમાં એક બેઠક પરથી એક જ ઉમેદવાર બનાવવા જોઈએ. તે રીતેલાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગરની સીટ પરથી જ લડવું જોઈએ. પરંતુ તત્કાલીન સૂત્રોએવું જણાવે છે કે લાલકૃષ્ણ અડવાણીભોપાલથી ચૂંટણી લડશે એવી વાતે હાલમાં જોર પકડયું છે.

સંભવિત ઉમેદવારોની યાદી જોઈએ

ગાંધીનગર : નરહરિ અમિન, અમિત શાહ
અમદાવાદ પશ્ચિમ : (એસસી-અનામત) ડા. કિરીટ સોલંકી (સાંસદ)
અમદાવાદ પૂર્વ : હરીન પાઠક (સાંસદ), નરેન્દ્ર મોદી, અસિત વોરા, કૌશિક પટેલ
મહેસાણા : જયશ્રીબેન પટેલ (સાંસદ), નીતિન પટેલ (મંત્રી), જશુભાઈ પટેલ, અરવિંદ નાયક
સાબરકાઠાં : મહેન્દ્રસિંહ ચૌહાણ(સાંસદ)
પાટણ : દીલીપસિંહ ઠાકોર, દશરથ ઠાકોર
બનાસકાંઠા : હરીભાઈ ચૌધરી (સાંસદ), લીલાધર વાઘેલા, પરથી ભટોળ
વડોદરા : બાલુભાઈ શુકલ (સાંસદ), ઘશ્યામ દલાલ, નરેન્દ્ર મોદી
ખેડા : બિમલ શાહ, દેવુસિંહ ચૌહાણ, પ્રદીપસિંહ વાઘેલા
પોરબંદર : વિઠ્ઠલ રાદડિયા (સાંસદ)