ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 4 એપ્રિલ 2014 (10:57 IST)

યૂપી-રાજસ્થાન-પંજાબ-હરિયાણામાં ચાલશે મોદી મેજીક - સર્વે

P.R

એક જનમત સર્વેક્ષણ મુજ્બ બીજેપી અને તેના સહયોગીઓને ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં લોકસભા ચૂંટ્ણીમાં બઢત મળશે. જ્યારે કે દાવો કરવામાં આવ્યો છે કે હિમાચલ પ્રદેશમાં કાંટાની ટક્કર થશે. સીએસડીએસમાં લોકનીતિ દ્વારા કરવામાં આવેલ સીએનએન-આઈબીએન અને ધ વીકના સર્વેક્ષણમાં બીજેપી અને તેના સહયોગી પોતાના દળને ઉત્તરપ્રદેશની 80 સીટોમાંથી 42 થી 50 સીટો મળવાનુ અનુમાન છે.

સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી પદ માટે રાજ્યમાં નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય વ્યક્તિ છે, જ્યારે કે રાહુલ ગાંધી બીજા નંબર પર છે.

તેને અંદાજ લગાવ્યો છે કે સપાને 11 થી 17 લોકસભા સીટો મળી શકે છે. જ્યારે કે બસપાને 10થી 16 સીટો મળવાની શક્યતા છે. તેણે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ આરએલડી ગઠબંધનજ્ને માત્ર ચારથી 8 સીટો આપી છે.

સર્વે મુજબ રાજસ્થાનમાં બીજેપીને 21થી 25 સીટો મળી શકે છે. જ્યારે કે કોંગ્રેસને શૂન્યથી લઈને બે સીટ સુધી મળવાની આશા છે.

આ સર્વેમાં બતાવવામાં આવ્યુ છે કે દિલ્હીમાં બીજેપીને 40 ટકા વોટ મળશે અને 3 થી 4 લોકસભા સીટો મળશે જ્યારે કે આપ ને 2 થી 3 અને કોંગ્રેસને માત્ર એક સીટ મળશે.

જો કે આ સર્વે મુજબ દિલ્હી વિધાનસભા માટે મતદાતાઓની પ્રાથમિકતા જુદી જ છે. જેમા આપને 42 ટકા વોટ મળશે જે બીજેપી (36 ટકા) અને કોંગ્રેસ (16 ટકા)થી વધુ છે.