બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 1 એપ્રિલ 2014 (12:28 IST)

રાજકીય પક્ષો પ્રચાર માટે વાહનોનો મોટો કાફલો લઈને નીકળી નહીં શકે

W.D
લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો પ્રચાર માટે વાહનોનો મોટો કાફલો લઈને નિકળતા હોય છે તેમજ મંજુરી વગર લાઉડ સ્પીકર પણ વગાડતા હોય છે જેના કારણે સામાન્ય નાગરીકને મુશકેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આવુ ન બને તે માટે ચૂંટણીપંચે કડક નીયમ બનાવેલ છે, જેનુ દરેક રાજકીય પક્ષે ચુસ્ત પાલન કરવુ પડશે નહી તો ચૂંટણીપંચ કડક પગલા લેશે.

શહેર અને જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવશે તેમ ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ થશે તેમ જણાય રહ્યુ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોને બંધનમાં રાખવા માટે ચૂંટણીપંચે ખાસ નીયમ બનાવેલ છે. આ નીયમનુ દરેક રાજકીય પક્ષે પાલન કરવુ પડશે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષ, ઉમેદવાર કે ચૂંટણી એજન્ટ ચૂંટણીના કાફલામાં ૧૦ થી વધુ વાહનો એકી સાથે લઈ જઈ શકશે નહી, જેમાં બે, ત્રણ અને ચાર વ્હીલવાળા વાહના નો સમાવેશ થાય છે. આ વાહનોનુ રાજકીય પાર્ટીએ રજીસ્ટર્ડ કરાવવુ પડશે. ચાર વ્હીલવાળા વાહનમાં ડ્રાઈવર સહિત પાંચ વ્યકિતઓ જ બેસી શકશે તેનાથી વધુ વ્યકિત બેસી શકશે નહી.

આ ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો વાહનોમાં લાઉડ સ્પીકર લગાડી જોરશોરથી પ્રચાર કરતા હોય છે પરંતુ લાઉડ સ્પીકર વગાડવા હવે સક્ષમ અધિકારીની મંજુરી લેવી પડશે. આ મંજુરીનો કાગળ વાહન પર દેખાઈ તેમ લગાડવાનો રહેશે. આ તમામ ખર્ચની વિગત રાજકીય પક્ષ અને ઉમેદવારે રજીસ્ટરમાં નોંધવાની રહેશે તેમ ચૂંટણીપંચે જણાવેલ છે. આ નીયમનુ પાલન નહી કરનાર રાજકીય પક્ષો કે ઉમેદવાર સામે ચૂંટણીપંચ કડક પગલા લેશે. હાલ ચૂંટણીપંચ રાજકીય પક્ષની હીલચાલ પર બાજનજર રાખી રહ્યુ હોવાનુ જાણવા મળેલ છે.