શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 22 એપ્રિલ 2014 (12:00 IST)

સરકારની આર્થિક નીતિઓ ચાલુ રહેશે - મોદી

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મોદી પહેલીવાર ચૂંટણી પછી કોંગ્રેસની મદદ લેવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. મોદીએ કહ્યુ કે મેચ્યોર નેતા મળીને કામ કરવાનું મહત્વ સમજે છે. આ વાત મોદી અંગ્રેજી છાપાના ઈકોનોમિક ટાઈમ્સને આપ્યેલ ઈંટરવ્યુમાં કરી છે. 

મોદીએ કહ્યુ કે ચૂંટણી દરમિયાન તો હુમલા તેજ થાય જ છે. અમારા સંબંધો એટલા ખરાબ નથી થયા. અમે યૂપીએના 10 વર્ષ દરમિયાન ફૂડ સિક્યોરિટી બિલ, ભૂમિ અધિગ્રહણ બિલ લોકપાલ બિલ જેવા અનેક મુદ્દા પર સરકારનો સાથ આપ્યો છે. 

અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપવાની ઈચ્છા સ્પષ્ટ કરતા મોદી કહ્યુ કે તેમની સરકાર આ સુનિશ્ચિત કરશે અને નિર્ણય લેવાના મોરચા પર નિરંતરતામાં કમી નહી આવી શકે એવા કોઈ સંદેશ ન આપવામાં આવે, જેનાથી રોકાણકારોના હિત પર ખરાબ અસર પડે.  

એફડીઆઈ પર બોલતા મોદીએ કહ્યુ કે અમે મલ્ટી બ્રાંડ રિટેલમાં એફડીઆઈને લઈને આપત્તિ બતાવી છે. પણ અમારો મેનિફેસ્ટોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે અમે બધા સેક્ટર્સમાં એફડીઆઈનુ સ્વાગત કરીશુ. સાથે જ કહેવામાં આવ્યુ કે અમને લાગશે કે એફડીઆઈના યુવાઓ માટે રોજગાર ઉભો થશે. ત્યા અમે આને પ્રોત્સાહન આપીશુ.  

સાથે જ મોદીએ સ્પષ્ટ કર્યુ કે તેમા કોઈ શક નથી કે નવી સરકારની સામે અર્થવ્યવસ્થાની ખરાબ હાલતનો સામનો કરવો સૌથી મોટો પડકાર રહેશે. મોદીએ પીએમ મનમોહન સિંહના વખાણ પણ કર્યા અને કહ્યુ કે મનમોહન સિંહે નરસિહરાવની સરકાર દરમિયાન નાણાકીય મંત્રીના રૂપમાં જે કામ કર્યુ એ માટે હું ચોક્કસ તેમને શ્રેય આપીશ. સાથે જ મોદીએ કહ્યુ કે જો તેમને અધિકાર અને કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હોત તો તેઓ પીમના રૂપમાં પણ સારુ કામ કરી શક્યા હોત. 

ઈકોનોમિક ટાઈમ્સને આપેલ ઈંટરવ્યુમાં મોદીએ કોંગ્રેસ અને યૂપીએ પર નિશાન પણ સાધ્યુ. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર તો નિશ્ચિત છે જ તે અત્યાર સુધીની સૌથી ઓછી સીટો પર સમેટાઈ જશે. મોદીએ કહ્યુ કે જો કોંગ્રેસને કોઈપણ રાજ્યમાં 10 સીટોથી વધુ સીટ ન મળે તો મને આશ્ચર્ય નહી થાય. સાથે જ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ 100ના આંકડા સુધી નહી પહોંચે અને બીજેપી અને એનડીએ બંને જ અત્યાર સુધીનો પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.