બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી : , બુધવાર, 30 એપ્રિલ 2014 (00:09 IST)

7માં તબક્કાની ચૂંટણી - ગુજરાતની 26 બેઠકો સહિત 89 બેઠકો પર આજે મતદાન

ગુજરાતની 26 સહિત લોકસભા ચૂંટણીનાં 7માં તબક્કાની 89 બેઠકો પર આજે મતદાન થશે. જેના માટેની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
 
7માં તબક્કામાં ગુજરાતની 26, આંધ્ર પ્રદેશની 17, બિહારની 7, જમ્મૂ-કાશ્મીરની 1, પંજાબની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 9, દાદર અને નગર હવેલીની 1, દમણ-દીવની 1 બેઠક પર ચૂંટણી થશે.
 
આ તબક્કામાં ભાજપનાં અધ્યક્ષ રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ભાજપના નેતા ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, કોંગ્રેસ નેતા શ્રીપ્રકાશ જયસ્વાલ, જિતિન પ્રસાદ સહિતનાં 233 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.
 
7માં તબક્કામાં કુલ 2.25 કરોડ મતદાતા છે. જેમાં 1.30 કરોડ પુરુષ અને 1.09 કરોડ મહિલાઓ છે.