બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 મે 2014 (18:21 IST)

અંતિમ તબક્કાના મતદાન બાદ એકઝીટ પોલ પર દરેકની નજર

16મી લોકસભાની ચૂંટણી માટે મતદાન નવ તબક્કામાં યોજાયું. જેમાં આઠ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. અને હવે સોમવારે 12મી મેના રોઅજ ત્રણ રાજ્ય (બિહાર,પશ્ચિમ બંગાળ,ઉત્તર પ્રદેશ) ખાતે અંતિમ તબક્કાનું મતદાન 41 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 12મી મેના રોઅજ બિહારની 6 બેઠક,ઉત્તર પ્રદેશની 18 બેઠક,પશ્ચિમ બંગાળની 17 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જોકે દરેક રાજકીય પાર્ટીઓની નજર વારાણસી બેઠક પર છે. વર્તમાન સમયે જનતાનું વલણ,લઘુમતી સમુદાયનું સમર્થન,ભ્રષ્ટાચાર મોંઘવારી વાકપ્રહારોને કારણે રાજનીતિ ગરમાઈ હતી. અને તેની અસર કાશીવાસીઓ પર કેટલી થઈ છે તેનો ફેંસલો આજે ઈવીએમમાં મતદાતાઓ કરશે. 
 
આજે સાંજે મતદાન પૂર્ણ થયાના અદધા કલાક બાદ એકઝીટ પોલની ગરમા ગરમીથી દરેક પાર્ટીઓના જીવ તાળ્વે ચોટશે. 
 
ચૂંટણી પંચે શુક્ર્વારે કહ્યું કે એકઝીટ પોલ( કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે તે સંદર્ભે આગાહી) પર પ્રતિબંધ 12મી મેના રોજ યોજનારા મતદાનની સમાપ્તિ સુધી રહેશે. મતદાન પૂર્ણ થયાના અડધા કલાક પછી પ્રતિબંધ હટી જશે નોંધનીય છે કે 12મી મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન છે.