ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા માની ગયા

PTI
નવી દિલ્હી. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ સાથે મુલાકાત પછી લાલકૃષ્ણ અડ્વાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે.

અડવાણીએ પોતાની ઈચ્છા પૂરી થવાને લઈને નારાજગી જાહેર કરી હતી. તેઓ ભોપાલથી ચૂંટણી લડવા અડગ હતા. સૂત્રોના મુજબ ખૂબ જ લાંબી ચર્ચા વિચારણા બાદ ભાજપે નારાજ અડવાણીને મનાવી લીધા છે અને તેઓ ગાંધીનગરથી ચૂંટ્ણી લડવા રાજી થયા છે.

ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ ગુરૂવારે સવારે અડવાણીને મનાવવા પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. એવુ કહેવાય રહ્યુ છે કે બંને નેતાઓની મુલાકાત દરમિયાન મોદીએ તેમને ગાંધીનગરથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો. મોદી બાદ સુષમા સ્વરાજ ગુરૂવારે સવારે અડવાણીને મળવા તેમના સરકારી રહેઠાણ પર પહોંચી.

આ પહેલા બુધવારે રાત્રે પાર્ટીની વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ અને નિતિન ગડકરીએ અડવાણી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી અને આ દરમિયાન અડવાણીને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા.

અડવાણી સાથે મુલાકાત પછી સુષમા અને ગડકરીએ ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહને મળ્યા અને પાર્ટીના વરિષ્ઠ નેતાની નારાજગી વિશે ચર્ચા કરી. અડવાણીની ઈચ્છા વિપરિત તેમને ગાંધીનગરથી જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૂત્રોએ કહ્યુ કે રાજનાથ સાથે બેઠક દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નેતા સુરેશ સોની પણ હાજર હતા.

બીજી બાજુ નરેન્દ્ર મોદીએ પણ અહી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી. એવુ કહેવાય રહ્યુ છે કે બંને વચ્ચે અડવાણી બાબતે ચર્ચા કરવામાં આવી.

મોદી અને અડવાણી વચ્ચેની કડવાશ એ સમયે નવો વળાંક લાવી જ્યારે વરિષ્ઠ પાર્ટી નેતાએ જોરપૂર્વ કહ્યુ કે તેઓ ગુજરાતમાં ગાંધીનગર સીટ પરથી નહી લડે પણ મધ્યપ્રદેશમાં ભોપાલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. ગાંધીનગર સીટનુ તેઓ લોકસભામાં પાંચ વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

કેમ નારાજ હતા અડવાણી આગળ


ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બુધવારે દિવસભર ચાલેલી બેઠકમાં અડવાણી બાબતે ઊંડો વિચાર અને ચર્ચા પછી અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક પરથી 86 વર્ષીય અડવાણી એવુ કહીને ગેરહાજર રહ્યા કે તેઓ તેમના ચૂંટણી ક્ષેત્ર સાથે જોડાયેલ મામલામાં ચાલી રહેલ ચર્ચા-વિચારણાનો ભાગ બનવા નથી માંગતા.

અડવાણીએ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને સંદેશ મોકલ્યો હતો કે તેઓ આગામી લોકસભા ચૂંટણી ગાંધીનગરને બદલે ભોપાલથી લડવા માંગે છે. જો કે ગાંધીનગર સીટનુ તેઓ લોકસભામાં પાચ વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

અડવાણી એ વાત પર અડગ હતા કે તેમને પણ અન્ય નેતાઓની જેમ પોતાની પસંદગીનું ચૂંટણી ક્ષેત્ર નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ. કારણ કે અન્ય નેતાઓને પણ તેમના પસંદગીની સીટ આપવામાં આવી છે.

પાર્ટીના વરિષ્ઠતા ક્રમમાં મોદીની પદોન્નતિ થયા પછીથી જ અડવાણી નારાજ દેખાય રહ્યા છે અને ગાંધીનગરથી બદલીને તેમન ભોપાલની સીટ આપવાની તેમની ઈચ્છાને મોદીની સાથે બગડી રહેલ તેમના સંબંધોના એક રૂપ તરીકે જોવાય રહ્યુ છે.

એવુ કહેવાય રહ્યુ છે કે બેઠક્માં મોદી એ વાત પર જોર આપ્યુ કે અડવાણીને ગાંધીનગરથી જ ચૂંટણી લડવી જોઈએ અને તેનાથી એ સંદેશ જશે કે પાર્ટીમાં બધુ જ ઠીક નથી. અડવાણી 10મી લોકસભા, 12મી લોકસભા, 13મી લોકસભા, 14મી લોકસભા અને વર્તમાન 15મી લોકસભા (2009-14) માં ગાંધીનગરનુ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.