શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 મે 2014 (17:38 IST)

અમે બદલો નહી બદલાવ માંગીએ છીએ - મોદી

ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જનતા નિર્ણય કરી ચુકી છે. પરિવર્તન તય છે અને દેશમાં મા-પુત્રની સત્તામાં જવુ નક્કી છે. કોંગ્રેસને દગો આપ્યો છે.  તેની સાથે સંબંધ તોડવો જરૂરી છે.  તેમણે કહ્યુ કે હવે જનતાને એક મજબૂત સરકાર માટે વોટ નાખવાનો છે.  
 
મોદીએ કહ્યુ કે તેમના મગજમાં વિકાસનુ એક મોડલ છે અને તેને માટે સ્મૃતિ ઈરાનીને અમેઠી મોકલવામાં આવી છે. પ્રચાર આજે છેવટના દિવસે અમેઠીમાં મોદીએ અમેઠીનો ચૂંટણી ઢંઢેરો પણ રજૂ કર્યો.  
 
મોદીએ કહ્ય કે અમેઠીના લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. આવામાં હુ સ્મૃતિ ઈરાનીને લોકોની મુસીબતો ઓછી કરવા અહી મોકલી છે. 
 
તેમણે કહ્યુ કે 40 વર્ષોમાં નેહરુ-ગાંધી પરિવારે ત્રણ પેઢીઓ બરબાદ કરી નાખી. તેઓ અહી લોકોને આશાનું કિરણ આપવા આવ્યા છે. તેમણે કહ્યુ કે ગાંધી પરિવાર અહંકારનો શિકાર છે. ગાંધી પરિવારના લોકો કહે છે કે કોણ છે મોદી, કોણ છે સ્મૃતિ ઈરાના. આટલો અહંકાર રાજ પરિવાર માટે યોગ્ય નથી.  
 
મોદીએ કહ્યુ કે તમે મને 60 મહિનાનો સમય આપો અને હુ અમેઠી બદલી નાખીશ. તેમણે કહ્યુ કે સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી પી.વી. નરસિંહ રાવ સાથે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીનુ પણ અપમાન કર્યુ અને તેમની યાદગીરી માટે બે વીઘા જમીન પણ આ આપી.