શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 2 એપ્રિલ 2014 (12:04 IST)

આચારસંહિતાની ઐસી તૈસીઃ સોશ્‍યલ મીડીયા મારફતે જોરશોરથી પ્રચાર

W.D
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા અમલમાં છે. પરીણામે કારણે ચૂંટણીપંચ દ્વારા કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. તેમનો એક સોશ્‍યલ મીડીયા મારફતે પ્રચાર પર પણ નિયંત્રણ મુકવામાં આવ્‍યો છે, પરંતુ એક બાજુ તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી છે અને બીજી તરફ ઉમેદવારો તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા સોશ્‍યલ મીડીયા મારફતે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

વર્તમાન સમય ટેકનોલોજીનો યુગ હોવાથી દરેક લોકો સોશ્‍યલ સાઈટનો ઉપયોગ કરતા હોય છે, ત્‍યારે લોકસભાની ચૂંટણી યોજનાર હોઈ જે અનુલક્ષીને લઈ વિવિધ રાજકીય પક્ષના કાર્યકર્તાઓથી માંડી ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો અને પક્ષના દિગ્‍ગજ નેતા સહિતનાઓ પોતાના ઈ-મેઈલ, ફેસબુક, વોટ્‍સ-અપ સહિતની સોશ્‍યલ સાઈટનો ઉપયોગ કરી તેના દ્વારા પક્ષનો અને ઉમેદવારનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. એક તરફ આચારસંહિતા અમલમાં હોવાના કારણે રાજકીય બેનરો અન્‍ય ગતિવિધો ઉપર ચૂંટણી પંચ દ્વારા બાંજ નજર રાખવામાં આવી રહી છે. અને બીજી તરફ સોશ્‍યલ સાઈટોનો ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભરતા સમયે કરવા પડતા એફીડેવીટમાં રજુ કરવાની વિગોતમાં ઉમેદવારો પોતાના સોશ્‍યલ મીડીયા એકાઉન્‍ટની માહિતી પણ આપવી પડશે. સોશ્‍યલ મીડીયા સહિતની વેબસાઈટોને પણ આ લાગુ પાડવાનું નક્કી કરેલ હોઈ સોશ્‍યલ મીડીયા સહિતની વેબસાઈટો માટે પણ જિલ્લા અને રાજ્‍યકક્ષાએ રચવામાં આવેલી એમસીએમસી પાસેથી પરવાનગી લેવાનું રહેશે. જેમાં પ્રચાર માટે વેબસાઈટ ઈન્‍ટરનેટ કંપનીઓને ચુકવવામાં આવે છે. આ ઉપરાંત સોશ્‍યલ મીડીયા એકાઉન્‍ટ નીભાવવા માટેની ટીમના સભ્‍યોને ચુકવવામાં આવતા નાણાં વગેરેની પણ માહિતી રજુ કરવી પડશે. ચૂંટણીની જાહેરાત થવાની સાથે આચારસંહિતાનો અમલ શરૂ થયો છે જેથી આચારસંહિતા સોશ્‍યલ મીડીયા, વેબસાઈટ ઈન્‍ટરનેટનો ઉપયોગથી કરવામાં આવતી બાબતોને પણ લાગુ પડે છે.