શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated :લખનૌ , ગુરુવાર, 17 એપ્રિલ 2014 (14:48 IST)

કોમી રમખાણોનું માસ્ટર માઈંડ છે મોદી અને અમિત શાહ - રાજેન્દ્ર ચૌધરી

યુપીના જેલ મંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રવકતા રાજેન્દ્ર ચૌધરી મોદીનુ નામ આવતા જ ગુસ્સામાં લાલપીળા થઈ જાય છે. મોદીના વિકાસ મોડલને પણ તેઓ ભ્રમિત કરનારુ બતાવે છે. તેઓ કહે છેકે મોદી અને અમિત શાહ રમખાણોના માસ્ટર માઈંડ છે અને શાહ યૂપી રમખાણો કરાવવા જ આવ્યા છે. 
 
વેબદુનિયાના સંપાદક જયદીપ કર્ણિક સાથે વાતચીત કરતા ચૌધરીએ કહ્યુ કે આ લોકો ગુજરાત વિકાસની વાત કરી રહ્યા છે. પણ હકીકત એ છે કે દેશને તેઓ ભ્રમિત કરી રહ્યા છે. મોદી પર નિશાન સાધતા ચોધરી કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. શુ કોઈ પીએમ પદનો ઉમેદવાર આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરી શકે છે ? 
 
જ્યારે ચોધરીને પૂછવામાં આવ્યુ કે ગુજરાતમાં 2002 પછી કોઈ કોમી રમખાણો નથી થયા. ત્યારે તેમણે કડક શબ્દોમાં કહ્ય કે ત્યા હજારો મુસ્લિમોની હત્યા કરવામાં આવી છે અને આ માટે અમિત શાહ જવાબદાર હતા અને આજે તેઓ વિકાસની વાતો કરે છે. પ્રતિપ્રશ્ન કરે છે કે કયો વિકાસ કર્યો છે તેમણે ? 
 
સપા સરકારના સમયમાં સૌથી વધુ રમખાણો થવાની વાત પર થોડા ક્રોધિત થાય છે. પણ પછી કહે છે કે સપા સરકારના સમયમાં રમખાણો નથી થયા. સૌથી વધુ રમખાણો તો કોંગ્રેસના શાસનમાં થયા છે. ત્યારબાદ ભાજપાનુ નામ આવે છે.  કોંગ્રેસ અને ભાજપાને મળીને જ બાબરી મસ્જિદનો વિધ્વંસ કર્યો હતો. સપા ધર્મનિરપેક્ષ પાર્ટી અને મુલાયમથી મોટો ધર્મનિરપેક્ષ નેતા આખા દેશમાં નથી. 
 
સપા ઉમેદવાર કૈલાશ ચૌરસિયાને કમજોર ઉમેદવાર બતાવવાના પ્રશ્ન પર ચૌધરીએ કહ્યુ કે ચૌરસિયા જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે.  અને સપાને વોટ આપનારા લોકો પણ છે. પણ લોકોને ભ્રમ થયો છે.  તેમને સ્ત્રીઓ પર મુલાયમ સિંહ યાદવની ટિપ્પણીનો જવાબ આપવાનુ પણ ટાળ્યુ હતુ.