શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2014 (11:09 IST)

ગુજરાતમાં એક વર્ષમાં ૧૧ લાખના વધારા સાથે ૩.૯૮ કરોડ મતદારો

P.R
ગુજરાતમાં ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી વખતે નોંધાયેલા મતદારોની સરખામણીએ ૨૦૧૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે લગભગ ૧૧ લાખથી પણ વધુનો વધારો અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં ૩,૯૮,૭૧,૫૭૧ મતદારો નોંધાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઓક્ટોબર ૨૦૧૨માં ૩,૭૮,૧૫,૩૦૦ મતદારો નોંધાયા હતા. જેમાં અગાઉની મતદાર યાદી કરતા ૧૨ લાખ જેટલો વધારો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ એક વર્ષ દરમિયાન શરૂ થયેલી મતદાર નોંધણી અને સુધારણા ઝુંબેશ દરમિયાન ૧૧ લાખ જેટલા મતદારો નોંધાઇ ચૂક્યા હતા. આમ હાલની સ્થિતિએ રાજ્યમાં ૨.૦૮ કરોડ પુરૂષ અને ૧.૯૦ કરોડ મહિલા મતદારો મળીને ૩.૯૮ કરોડ જેટલા મતદારો નોંધાયા છે. જે ૨૦૧૨ની સરખામણીમાં ૧૧ લાખ જેટલો વધારો સૂચવે છે.

દરમિયાન સુરતમાં પણ નવા ૨.૧૨ લાખ મતદારો ઉમેરાતા જિલ્લાના કુલ મતદારોનો આંકડો ૩૬.૩૮લાખ ઉપર પહોંચ્યો છે. કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર એક વર્ષમાં ૨.૧૨લાખ મતદારોનો વધારો નોંધાયો છે.