ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 8 મે 2014 (18:09 IST)

ચૂંટણી પંચ કોઈ નેતા કે પક્ષથી ગભરાતુ નથી - વી.એસ.સંપત

. વારાણસીના બેનિયાબાગમાં બીજેપીના પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદીની રેલીને મંજૂરી ન આપવાને યોગ્ય બતાવતા ચૂંટણી પંચે કહ્યુ કે તે કોઈ રાજનીતિક દળ કે નેતાથી ગભરાવવાનું નથી. પંચે વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે ચૂંટણી પંચનો ઉલ્લેખ કરતી વખતે તેઓ સમય પરિપક્વતા બતાવે. 
 
બીજેપીની ફરિયાદ પર ચૂંટણી પંચે પ્રેસ કોંફરેંસ કરી બતાવી કે આયોગ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. મુખ્ય ચૂંટણી પ્રમુખ વી એસ સંપતે કહ્યુ કે તેમણે બીજેપીના આરોપોનું સંજ્ઞાન લખ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. 
 
વારાણસીના રિટર્નિગ ઓફિસરની ટ્રાસફરની બીજેપીની માંગ પર મુખ્ય ચૂંટણી પ્રમુખે કહ્યુ કે નાની નાની ફરિયાદો પર ઓફિસરોના ટ્રાસફર નથી થઈ શકતા. આવુ ત્યારે જ શક્ય છે જ્યારે ચૂંટણી પંચને લાગે કે સ્વતંત્ર ચૂંટણી માટે તેની જરૂર છે.