શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 21 જાન્યુઆરી 2014 (11:37 IST)

દેશમાં સૌથી વઘુ પગાર લેનાર સીએમ : નરેન્દ્ર મોદી છટ્ટા ક્રમે

જાણો દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓનો પગાર

P.R
તમિલનાડુની સીએમ જયલલિતા ફક્તી એક રૂપિયા ટોકન સેલેરી ઘરે લઈ જાય છે

વિકાસ અને સુશાસન મામલે દેશના કયા મુખ્યપ્રધાન કેટલું કામ કરે છે? તેની યાદી તો ઘણી વખત રજૂ થઈ હશે. પણ દેશના અલગ-અલગ રાજયનાં સીએમ કેટલો પગાર લે છે. જે મુજબ મમતા બેનર્જી દેશની સૌથી ગરીબ સીએમ છે. જયારે પ્રકાશ સિંહ બાદલ આ યાદીમાં સૌથી અમિર મુખ્યબપ્રધાન છે.

આઈઆઈએમ અમદાવાદના રિસર્ચ ઈનિશિએટિવ પ્રમાણે, મમતા બેનર્જી મહિને ૯૬ હજાર રૂપિયા લેનાર સૌથી ગરીબ મુખ્યદમંત્રી છે. જયારે ગુજરાતના મુખ્યી પ્રધાન નરેન્દ્રે મોદી દર મહિને ૭,૦૨,૨૬૦ રૂપિયાનો પગાર લે છે. સૌથી વધુ પગાર લેનારા પ્રકાશ સિંહ બાદલ મહિને ૧૨,૦૦,૦૦૦ રૂપિયા લે છે. જયારે તમિલનાડુની સીએમ જય લલિતા ફક્તશ એક રૂપિયા ટોકન સેલેરી ઘરે લઈ જાય છે. દિલ્હીાના આમ આદમી એટલે કે અરવિંદ કેજરીવાલ મહિને ૨,૪૦,૦૦૦નો પગાર લે છે. આ યાદીમાં દેશનં ૧૮ રાજયોનાં મુખ્યમપ્રધાનના પગારની યાદી છે. ચાલો નજર કરીએ તેના પર...

P.R

- પ્રકાશ સિંહ બાદલ-પંજાબ- ૧૨,૦૦,૦૦૦ રૂપિયા

- નીતીશ કુમાર- બિહાર- ૧૧,૯૪,૦૦૦ રૂપિયા

- તરૂણ ગોવોઈ- અસમ- ૯,૯૬,૦૦૦ રૂપિયા

- ઉમર અબ્દુઈલ્લા- જમ્મુ૧ કશ્મી,ર- ૮,૪૦,૦૦૦ રૂપિયા

- લાલ થાન્હારવલા- મિઝોરમ-૮,૪૦,૦૦૦ રૂપિયા

- નરેન્દ્ર મોદી- ગુજરાત-૭,૦૨,૨૬૦ રૂપિયા

- પૃથ્વીનરાજ ચૌહાણ-મહારાષ્ટ્ર- ૬,૮૪,૦૦૦ રૂપિયા

- શિવરાજ સિંહ ચૌહાણ-મધ્ય- પ્રદેશ-૬,૦૦,૦૦૦ રૂપિયા

- સિદ્ધરમૈયા-કર્ણાટક-૩,૬૦,૦૦૦ રૂપિયા

- રમણ સિંહ- છત્તીસગઢ-૩,૬૦,૦૦૦ રૂપિયા

- વસુંધરા રાજે- રાજસ્થારન- ૩,૦૦,૦૦૦ રૂપિયા

- મુકુલ સંગમા-મેઘાલય-૨,૭૬,૦૦૦ રૂપિયા

- ઓકરમ ઈબોબી સિંહ- મણિપુર-૨,૭૬,૦૦૦ રૂપિયા

- નેઈફિયૂ રિયો-નાગાલેન્ડણ-૨,૬૪,૦૦૦ રૂપિયા

- મનોહર પર્રિકર- ગોવા- ૨,૪૦,૦૦૦ રૂપિયા

- અરવિંદ કેજરીવાલ- નવી દિલ્હીન- ૨,૪૦,૦૦૦ રૂપિયા

- કિરણ કુમાર રેડ્ડી- આંધ્રપ્રદેશ- ૧,૯૨,૦૦૦ રૂપિયા

- હેમંત સોરેન- ઝારખંડ-૧,૧૪,૦૦૦ રૂપિયા

- માણિક સરકાર- ત્રિપુરા- ૧,૧૦,૦૦૦ રૂપિયા

- મમતા બેનર્જી- પશ્ચિમ બંગાળ-૯૬,૦૦૦ રૂપિયા

- જે જયલલિતા- તમિલનાડુ- ૧ રૂપિયા.