શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 7 એપ્રિલ 2014 (11:00 IST)

બીજેપીનો ઢંઢેરો રજૂ : જાણો ચૂંટણી ઢંઢેરાના મહત્વપૂર્ણ મુદ્દા

P.R
. લોકસભા ચૂંટણીના પહેલા ગાળાની ચૂંટણી વચ્ચે બીજેપીએ આજે પોતાનુ ઘોષણાપત્ર રજૂ કરી દીધુ છે. જો કે કેટલાક માહિતગારો મુજબ આ આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ બતાવાય રહ્યુ છે. ઘોષણાપત્રમાં વિકાસ અને આર્થિક સુધારની વાત કરવામાં આવી ક હ્હે. ઘોષણાપત્રમાં બે નારા છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને સબકા સાથ સબકા વિકાસ

એટલુ જ નહી આ ઘોષણાપત્રમાં સવૈધાનિક દાયરામાં રહેતા અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત કરવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ડો. મુરલી મનોહર જોશીએ કહ્યુ કે સમાજના બધા વર્ગો અને સમૂહોના વિચાર લઈને ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યુ છે.

સૂત્રોનુ માનીએ તો પાર્ટીના અંદરના મતભેદને કારણે ઘોષણપત્ર રજૂ કરવામાં મોડુ થયુ. બીજેપીના નેતા આ મુદ્દા પર સફાઈ પણ આપતા રહ્યા છે. કે ઘોષણાપત્રને લઈને પાર્ટીની અંદર કોઈ મતભેદ નથી.

ઘોષણાપત્રના મુખ્ય મુદ્દા

- રામ મંદિર મુદ્દાનો ફરીથી સમાવેશ
- કાશ્મીર મુદ્દાને પણ લેવામાં આવ્યો છે.
- ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેમજ કાળુ ધન ઓછુ કરવાના દાવા રજૂ કર્યા
- મહિલા સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ માટે દરેક રાજ્યમાં પોલીસ સિસ્ટમને રિફોર્મ કરવાની વાત કરવામાં આવી છે.
- આ ઉપરાંત એસસી એસટીને વિશેષ અધિકાર આપવાની વાત કરી છે.
- ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોના અંતરને ઓછુ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
- દેશના વિકાસ પર જોર આપવામાં આવ્યો છે.
- કાળા બજારને રોકવા માટે વિશેષ કોર્ટ બનાવવામાં આવશે.
- શિક્ષા ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરવામાં આવશે. નવી કોલેજ અને યુનિવર્સિટી ખોલવામાં આવશે.
- કૃષિ ક્ષેત્ર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કામ કરવામાં આવશે.
- ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા અને સરકારી બેંકોની હાલતમાં સુધાર કરવામાં આવશે.
- 100 નવા શહેરો બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે.