મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|

ભાજપ કોંગ્રેસમાં ટીકિટો માટે છેડાયું છે દ્વંદ્ધ યુ્ધ્ધ

મિતેશ મોદી

P.R
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૨૬ બેઠકો મેળવવાનો દૃઢ નિર્ધાર કર્યો છે તે કોઈપણ ભોગે એકપણ સીટ ખોવા ઈચ્છતું નથી. આ વખતની ચૂંટણી પ્રતિષ્ઠાની ચૂંટણી બની રહી છે. જેને લઈને ઘણી સીટો પર વ્હાલા દવલાની નીતિને કારણે અંદર ખાને દ્વંદ્ધયુદ્ધનું નિર્માણ થઈ ચૂક્યું છે. આથી મોદી હાલમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા પછી પોતાના ઉમેદવારો જાહેરાતનો નિર્ણય લીધો હોય તેવું દેખાય છે. જેમાં ઘણી ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા નથી પરંતુ તેમણે મનેકમને ચૂંટણી લડવી પડે તેવો ઘાટ જોવા પણ મળી રહ્યો છે. મહેસાણાથી નીતિન પટેલ, પાટણથી દિલીપભાઈ ઠાકોર, વડોદરાથી સૌરભાઈ દલાલ, ગણપતભાઈ વસાવાને ચૂંટણી જંગમાં ઝંપલાવવું પડે તેમ છે. આ મંત્રીઓએ મોદીને મળીને ચૂંટણી લડવાની અનિચ્છા પ્રગટ કરી દીધી છે. પરંતુ આગળ શું થાય છે તે સમય જ બતાવશે.

મહેસાણા ટીકિટ માટે જોઈએ તો જયશ્રીબેનું નામ રીપિટ થાય તેવા કોઈ એધાણ મળતાં નથી. તેમના વિકલ્પમાં અનિલભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલના નામ હાલ પૂરતા ચર્ચાઈ રહ્યા છે. આ પ્રમાણે પાટણથી દિલીપભાઈ ઠાકોરને લડાવવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. બારડોલીની બેઠકપરથી વનમંત્રી ગણપતભાઈ વસાવાને કોંગ્રેસના તુષાર ચૌધરી સામે તાજેતરમાં સક્રિય થયેલા બિમલ શાહ અને સ્થાનિક સુરેશ ભટ્ટ પર નજર દોડાવી છે. આ બેઠક પર પટેલ ઉપરાંત ક્ષત્રિય ફેકટર પણ મહત્વનું હોવાથી છેલ્લી ઘડીએ બીજું નામ પણ આવી શખે છે. પંચમહાલની બેઠક જાળવી રાખવા માટે ભાજપ પાસે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે પ્રભાતસિંહચૌહાણ ઉપરાંત કાળુભાઈ માટીવા઼ડ અને જયપ્રકાશપટેલ પણ પેનલમાં છે. જો કે આ વખતે પાર્ટી પ્રભાતસિંહને ફરીથી દોહરાવવા માટે બહુ ઉત્સુક નથી તેનું કારણ તેમનીઘણા અંશે નિષ્ક્રીયતા અને ઓછો પ્રજાસંપર્ક છે. ભાજપ માટે સૌથીમોટો પડકાર દાહોદ બેઠક કોંગ્રેસના પ્રભાબહેન તાવિયાડ પાસેથી છિનવી લેવાનો છે. તેઓ આ વિસ્તારમાં જાણીતા છે તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ વિસ્તારના જૂના જોગી જસવંત ભાભાર પર પસંદગી છે. તે પછી રમેશ કટારા અને ડા. અશ્વિની પારઘીનું નામ પણ રેસમાં છે. છોટાઉદેપુર બેઠક પરથી ગત વખતે કેન્દ્રીયમંત્રી નારણ રાઠવાને હરાવી આ બેઠકપર કેસરિયો ફરકાવનારા રામસિંહ રાઠવાને રિપીટ કરવામાં આવે તેવી મહત્તમ શકયતા છે. ભરૃચ બેઠક પરથી મનસુખ વસાવા ટિકિટ માટે ફેવરિટ છે.

કોંગ્રેસ ગઢમાં જોઈએ તો બુધવારે ૮ બેઠકના ઉમેદવારો નક્કી કરવાની તૈયારી કરી છે ત્યારેપાટણના સાંસદ જગદીશ ઠાકોરને રિપીટ કરવાની ઉગ્ર માંગ ઠાકોર સમાજમાં પ્રવર્તી છે. જેનાથી કોંગ્રેસ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસપ્રથમ તબક્કામાં ૯ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા બાદ બુધવારે દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, સ્કીનીંગ કમિટીના ચેરમેન પવન બંસલ અને પ્રભારી ગુરૃદાસ કામને ગુજરાતમાં એનસીપી સાથે સમજૂતિવાળી પોરબંદર, રાહુલગાંધીની ઈચ્છા મુજબની પ્રાઈમરી બેઠક ભાવનગર અને વડોદરા સિવાયની બાકી રહેતી૧૦ બેઠક માટે ઉમેદવારોની ચર્ચા હાથ ધરી છે. જેમાં પાટણની સીટને બાજુમાં રાખીને બીજા ઉમેદવારોના નામ ચર્ચાયા હતા. બીજીબાજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર કરતાં વર્તમાન સાંસદ જગદીશ ઠાકોરે સ્વેચ્છાએ ખસી જવાની પહેલ કરી હતા તથા મીડિયા આગળ ચૂંટણી ન લડવાનું પણ તેમણેજણાવીદીધુંહતું. પરંતુ પાટણી સીટ પર ઠાકોર અને ક્ષત્રિયો તેમનેફરીથી લડવા માટે માંગ કરી રહ્યા છે.