શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: વારાણસી , સોમવાર, 12 મે 2014 (12:04 IST)

મારો મુકાબલો મોદી સાથે, અજય રાય મુકાબલામાં ક્યાય નહી - અરવિંદ કેજરીવાલ

. હાઈ પ્રોફાઈલ લોકસભા ક્ષેત્ર વારાણસીમાં ચાલુ મતદાન દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમનો સીધો મુકાબલો ભાજપાના નરેન્દ્ર મોદી સાથે છે અને કોંગ્રેસના અજય રાય તો આ હરીફાઈમાં ક્યાય છે જ નહી.  
 
જો કે રાયે આ દાવાને નકારતા કહ્યુ કે વારાણસીના મતદાતા તેમને જ પસંદ કરશે. જો કે ચૂંટણી દોડમાં જોડાયેલ ઉમેદવારોમાંથી ફક્ત એ જ 'ઘરતીના પુત્ર'  છે. 
 
મતદાન કેન્દ્ર બહાર સંવાદદાતોને કેજરીવાલે કહ્યુ કે લોકોએ મતદાન માટ મોટી સંખ્યામાં બહાર આવવુ જોઈએ. એવી જ અપીલ પીએમ પદના ઉમેદવાર મોદીએ એક ટ્વીટ્ દ્વારા કરી. કેજરીવાલે આગળ કહ્યુ કે તેમનો સીધો મુકાબલો મોદીની સાથે છે અને રાય આ હરીફાઈમાં ક્યાય છે જ નહી. 
 
આપ પાર્ટીના નેતાએ એવુ પણ કહ્યુ કે આનાથી વધુ તેઓ વાત નહી કરે. કારણ કે તેમના પર ચૂંટણી આચાર સંહિતાનુ ઉલ્લંઘન થવાનો આરોપ લાગી શકે છે. 
 
આ દરમિયાન આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની વારાણસી ઉપસ્થિતિ વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા. કારણ કે 10 મે ના રોજ સાંજે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ. ઉમેદવારો ઉપરાંત ચૂંટણી પ્રચારમાં જોડાયેલ કોઈ પણ બહારના વ્યક્તિને ચૂંટણી ક્ષેત્રમાં રોકાવવાની મંજૂરી નથી.  કેટલાક મતદાન કેન્દ્રઓ પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં નાની મોટી ગરબડ થવાના સમાચાર હતા.  કેટલાક મતદાન કેદ્રો પર મતદાતાઓએ તેમનુ નામ મતદાતા યાદીમાં ન હોવાની ફરિયાદ પણ કરી.