શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 10 મે 2014 (12:21 IST)

સાબરમતીના શુદ્ધિકરણના મોદીના દાવાની આપ પાર્ટીએ પોલખોલી

સાબરમતી નદીના પાણીમાં COD, BOD અને  TDSનું અક્ષમ્ય પ્રમાણ  

આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બનારસમાં ઉમેદવારી પત્ર ભરતા વખતે પ્રચાર માટેના તુક્કાઓમાં સાબરમતી નદીનો ઉપયોગ કર્યો છે . ગંગાના પ્રદુષણના કારણે ગંગા મેલી છે અને પોતે જે રીતે સાબરમતી નદીનું શુદ્ધિકરણ કરી નાખ્યું છે. તે જ રીતે ગંગાને શુદ્ધ કરશે તેવું વચન આપ્યું છે . અમદાવાદીઓ હવે સાબરમતી નદીને સાબરમતી કેનાલ સમજે છે નદીની લાક્ષણિકતાઓ  સમજ્યા વગર સિમેન્ટની બે દીવાલોમાં નદીને વિકાસના નામે કેદ કરી દીધી છે. તેમાં ભરાયેલા નર્મદાના પાણીના કારણે વિકાસની હવા ઉભી કરી છે. જયારે વાસણા બેરેજથી ખંભાતના અખાતમાં મળતી સાબરમતી નદીને પ્રદુષણથી દુર્ગંધ મારે છે. દેશની સૌંથી વધુ પ્રદુષણ ધરાવતી ત્રણ નદીઓમાં સાબરમતી એક છે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પ્રવાહી કચરો સીધો જ નદીમાં ઠલવાય છે. સુએજનું પાણી પણ તેમાં ઉમેરો કરે છે. સાબરમતી નદીના કિનારે વસતા ગામોના લોકોનું કેહવું છે કે ગામતર કુવાઓમાં ફીણ વાળું પાણી નીકળે છે. નદીમાંથી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરનારા ખેડૂતોની જમીન બગડી રહી છે . વાસદ-બગોદરા હાઈ-વે પર સાબરમતીના પુલ પરથી પસાર થતા નાકે રૂમાલ બાંધવો પડે તેવી સ્થિતિ છે. પૂલ પરથી નદીનું પાણી કાળા કલરનું દેખાય છે. ત્યારે સાબરમતીની દુર્દશાનો એહસાસ અમદાવાદથી નીચેના ભાગમાં આવેલા ગામના લોકોને છે ત્યારે આસાનીથી જોરદાર રીતે જુઠો પ્રચાર કરવામાં ઉસ્તાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી શુદ્ધ હોવાનો દાવો કરે છે. વારાણસીના મતદારો  અને દેશના નાગરિકોને સાબરમતીની સત્ય હકીકતોથી વાકેફ કરવાના હેતુથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વાસણા બેરેજથી ખંભાત સુધી સાબરમતી નદીના બન્ને કાંઠે પદયાત્રા કરી પદયાત્રા દરમ્યાન પ્રદુષિત પાણીના એકત્ર કરી લેબોરેટ્રીમાં તપાસ કરાવી સાબરમતીમાં ફેંકાતા પ્રવાહી અને ઘન  કચરાના ફોટોગ્રાફ અને વીડિયો ડોક્યુંમેનટ્રી કરવામાં આવી તેમજ સાબરમતીની ગામના કાંઠાના લોકોને રૂબરૂ મળીને હકીકતો એકત્ર કરવામાં આવી.
 


લીધેલા સેમ્પલમાના ત્રણ સેમ્પલનો શ્રીજી લેબોરેટરી આશ્રમ રોડ ખાતે રીપોર્ટ  કરવામાં આવ્યો.. રીપોર્ટમાં  ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા પાણીની ગુણવત્તા માટેના ૪માપદંડો ચકાસવામાં આવ્યા  પી.એચ.,C.O.D(CHEMICAL OXYGEN DEMAND) ,B.O.D(BIOLOGICAL OXYGEN DEMAND),TDS  જે પૈકી પી .એચ વાંધા જનક ન હતું. પરંતુ C.O.D કે જેનું પ્રમાણ વપરાશ માટે ૩૦ હોવું જોઈએ જેની સામે સેમ્પલમાં તેનું પ્રમાણ ૮૨૬ અને બીજા સેમ્પલમાં ૧૯૫૦ જેટલુંહતું. જયારે બીજું પ્રમાણ BOD જે ૨૫૦ જેટલું હોવું જોઈએ તેના બદલે ૩૨૫ જેટલું જોવા મળ્યું હતું .જયારે TDS  જેનું વપરાશ યોગ્ય પ્રમાણ ૨૦૦૦ હોવું જોઈએ જેની સામે સેમ્પલમાં ૧૩૫૦૦ જેટલું જોવા મળ્યું હતું.

આ રીપોર્ટ જોયા બાદ નિષ્ણાંતોનું કેહવું હતું કે આવા પાણીના ઉપયોગથી મનુષ્યો તથા ઢોરોના આરોગ્ય ઉપર ગંભીર અસરો થઇ શકે છે આ પ્રકારના પાણીના ઉપયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની પણ સમભાવના રહે છે. તદ્દ ઉપરાંત પથરી,પાચનતંત્રના રોગો વગેર જેવા રોગો થઇ શકે છે. 
આ તમામ આંકડાઓ તથા એહવાલો ધ્વારા આમ આદમી પાર્ટીનો ટૂંકા સમયમાં ઉદેશ દેશની જનતાને નદીના શુદ્ધિકરણના પોકળ દાવા કરતા નરેન્દ્ર મોદીના જુઠાણા સાબિત કરવાનો હતો . 


આ  જેના ભાગ રૂપે આમ આદમી પાર્ટીની  અલગ અલગ જગ્યાઓની મુલાકાત લીધી જેનો એહવાલ નીચે મુજબ છે.
 
 
તા ૦૭/૫/૨૦૧૪ના રોજ આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર નારોલ પીપળી ગામે સાબરમતી નદીના પટમાં જે જગ્યાએ ફેક્ટરીનું ઝેરી ગેસ વાળું કેમિકલ છોડવામાં આવે છે ત્યાં ભેગા થયા હતા.આ એ વિસ્તાર છે જ્યાં નારોલની તમામ ફેકટરીઓનું કેમિકલ અહ્યા છોડવામાં આવે છે .ત્યાં છોડવામાં આવતા ઝેરી ગેસના કારણે સોનું અને ચાંદી જેવી ધાતુઓ કાળી પડવા લાગી હતી આ ઉપરથી અંદાજ લગાવી શકાય છે નદીમાં છોડવામાં આવતું કેમિકલ કેટલું નુકશાન કરતા હશે.ત્યાં રેહતા રહીશોનું કેહવું હતું કે આ પાણી પીવાના કારણે ગાયો અને ભેસો મરી જાય છે . રહીશો ઉપર મરેલ ઢોરનું દુખ અને લાચારી જોવા મળતી હતી.આ રહીસોની વાત વિડીયો રેકોર્ડીંગમાં કેદ થયેલ છે.ત્યાર બાદ આ ટીમ સરોડા ગામ ગઈ હતી.
  
:સરોડા ગામ ખાતે પણ નારોલ ફેક્ટરીમાંથી કેમિકલ છોડવામાં આવે છે. ત્યાં ગામના રહીસો જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે વીસથી પચ્ચીસ વર્ષથી આ સાબરમતી નદીમાં કેમિકલ વાળું  આવે છે. જેથી ખેતીના પાકને ખુબ નુકશાન પોહ્ચે છે. ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધ્વારા પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેઓનું કેહવું હતું કે ગામના સરપંચને અનેક વાર રજૂઆત કરી છે સરકારને પણ અનેક વખત જાણ કરી છે છતાં અધિકારીઓ અને ફેકટરીઓના માલિક એક થઇ જતા કોઈ નિવારણ આવ્યું નથી.ત્યાંથી આગળ નીકળે આ ટીમ વૌઠા પોહચી હતી વૌઠા સાબરમતી નદી સહીત કુલ સાત નદીઓના સંગમ થાય છે ત્યાના સ્થાનિક રમેશભાઈ જીતેન્દ્ર નાયક જણાવે છે કે દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી લગભગ ૨૫વર્ષથી પણ વધુ સમયથી આવે છે સરકારને આખા ગામે રજૂઆત કરી છે પણ સરકારી કોઈ અધિકારી સંભાળવા તૈયાર નથીતેનાથી રોજીંદા કામ માટે પાણીમાં ઉતરતા માણસોને ચામડીના રોગો થાય છે ત્યાના વતની કિશનભાઈ બઘભાઈ ભરવાડને જમણા અને ડાબા પગે ચામડીમાં ગુમડું અને સડો થયો છે.ઢોર પાણી પીવે છે તેઓ કોઈ રોગથી મૃત્યુ પામે છે આવી રીતે આ પાણીએ કઈક ઢોરોના પ્રાણ લીધા છે.ધાર્મિક રીતે પવિત્ર કેહ્વતી આ નદી ત્યાના લોકો માટે શ્રાપ રૂપી નીવડી છે કિનારે થતી ખેતીને આ પાણીથી ખુબ નુકશાન થાય છે. વધુમાં સ્થાનિકોએ કહ્યું હતું કે કેમિકલ વાળા પાણીની અસર ઢોરોના દુધમાં પણ જોવા મળે છે.ત્યાંથી આગળ,સહીજ રસિકપુરા જેવા ગામોની મુલાકાત લીધી હતી જ્યાં સ્થાનિકોની પરિસ્થતિ બિલકુલ તેવીજ જોવા મળતી હતી ત્યાં પણ પ્રદુષિત પાણીના કારણે ખેતીના પાક અને ઢોરોને અસંખ્ય મુશ્કેલીઓ જોવા મળતી હતી. ત્યાના પ્રદુષિત પાણીના લીધે ઘણા પશુઓને જીવ ખોવો પડ્યો છે. ત્યાં પણ પાણીના  વપરાશથી ઘણા સ્થાનિકોને ગુમડા અને સડા  જેવા ગંભીર ચામડીના રોગો જોવા મળતા હતા. ત્યાં પણ અનેક વખત રજુઆ તો બાદ પણ આ તમામ ગામની પરિસ્થિતિ તેવી જ છે તેવું ગામના લોકોનું કેહવું હતું.
    
બાકરોલ ગામમાં કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતીનો ગંભીર મુદ્દો જોવા મળ્યો હતો ગામના ખેડૂત દિલીપ ઠાકોર અને મુકેશ ઠાકોરનુંજ  કેહવું હતું કે ગામમાં થતીં ઘઉં,ડાંગર અને શાકભાજીની ખેતીમાં કેમિકલ યુક્ત પાણી જ ઉપયોગમાં લેવું પડે છે. કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીનું અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્ય પર શું અસર થતી હશે તે વિચારવા જેવી બાબત છે .ત્યાર બાદ વણઝર ગામ જતાની જોડે સાબરમતી નદીના તટમાંથી ડમ્પર,ટ્રક અને ટ્રેક્ટર ભરીને રેતી લઇ જવામાં આવી રહી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ અંગે તેમની જોડે સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ત્યાં વાત કરવામાં કોઈ ને રસ ના હતો છેવટે સરપંચ પાસે જઈને આની વિગતો જાણવા માટે પ્રયાસ થયો ત્યારે ગામના સરપંચે વાત કરવાની ના પડી દીધી હતી. છેલ્લે ગામમાં  રેહતા ગીતા બેહેન અને તેમના પરિવાર જોડે  વાત કરતા જાણવા મળ્યું હતું કે નદીના પટમાં રેતીની ચોરી થાય છે અને પટમાંથી થતી આ ચોરીના કારણે નદીના પટમાં નાના નાના ગંદા પાણીના તળાવો થઇ ગયા છે. વણઝાર ગામમાં પણ કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતી થતી જોવા મળે છે. ત્યાંથી આગળ આવેલા કમોડ ગામ ખાતે પણ જે.સી.બી ધ્વારા અવેધ રીતે રેતીનું ખનન જોવા મળ્યું હતું કોઈ પણ રોક ટોક કે ભય વગર પણ લોકો ડમ્પર અને ટ્રકો ભરી રેતી લઇ જઈ રહ્યા હતા. ત્યાં કામ કરતા અસામાજિક તત્વો જોડે વાત કરતા તેમણે ધમકી આપી હતી કે અહ્યાથી ચુપ ચાપ રીતે જતા રહો આ ગામ ખાતેથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.મીરોલી ગામ ખાતે ગયેલ આમ આદમી પાર્ટીના કાર્યકરોને જોવા મળ્યું હતું કે સાબરમતી ગામના કાંઠે ગામ હોવા છતાં ત્યાંના સ્થાનિકોને ભર ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી હતી ત્યાંના  સ્થાનિક અરવિંદભાઈ ત્યાના બોરનું પાણી પીવા લઇ ગયા હતા જે પાણી ગામના રહીશોને પીવું પડે છે તે પાણીમાંથી કેમિકલની દુર્ગંધ મારતી હતી આ એજ કેમિકલ વાળું પાણી છે જે વટવા, નારોલ જી.આઈ.ડી.સી માંથી છોડવામાં આવે છે તેમનું કેહવું હતું કે આવું પાણી પીને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. નવાગામ પોહ્ચેલા કાર્યકર્તા અચંબામાં પડ્યા હતા નવાગામ ખાતેની સાબરમતીમાં પાણી નહિ પણ કેમીકલ જ  જોવામળ્યું હતું  ત્યાના લોકોએ સાબરમતી નદીને નવું નામ "કેમિકલ નદી" આપ્યું હતું. ત્યાં ઉભા રહીને સામાન્ય માણસને શ્વાસ લેવો પણ મુશ્કિલ હોય છે તે જોવા મળ્યું હતું.ગામના લોકોએ જણાવ્યું હતું કે ગાંધીનાગર અનેક વખત રજૂઆત કરી છે પણ કોઈજ સમસ્યા ઉકેલાઈ નથી. લોકોએ જણાવ્યું હતું કે આવા પાણીના લીધે  જમીન બિન-ઉપજાઉ બની છે.માથાભારે ગામના લોકો ધ્વારા અહ્યા પણ અવેધ રીતે રેતીનું ખનન થાય છે તેવી રજૂઆત કરાઈ હતી.આ રજૂઆત સાંભળી અવેધ રીતે થઇ રહેલા ખનનનું વીડીયો રેકોર્ડીંગ કરવા પોહ્ચેલા કાર્યકર્તાઓને માથા ભારે અસામાજિક તત્વોએ ધમકી આપી હતી અને ધમકી આપીને લીધેલું રેકોર્ડીંગ ડીલીટ કરી નાખ્યું હતું આગળ વધુ ઘર્ષણ ના થાય તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળી ગયા હતા .    
 પીરાગા ગામ જતા જાણવા મળ્યું હતું કે નદીની અંદર ગટરનું તથા કપડાની ફેકટરીઓનું કેમિકલ વાળું સીધું પાણી ઠાલવવામાં આવે છે ગામના કુસુસ્મ બેહેન રાવલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કપડા ધોવા જેવા ઘર કામ માટે પણ પાણી નો ઉપયોગ થઇ શકતો નથી. આજુ બાજુના ૫૦કિમિ  સુધીના ગામડાઓમાં પણ આ પાણી વપરાશમાં લેવાતું નથી.આગળ કારંજ અને પાલડી ગામ પોહ્ચેલા કાર્યકર્તાઓએ ત્યાના લોકોનો અભિપ્રાય જાણવાની કોશિશ કરી હતી ગામના શંકરભાઈ વાઘેલા જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે વારંવાર ન્યુઝ ચેનલો પર પણ નદીના પાણી ના એહવાલો રજુ થઇ ચુક્યા છે આ છતાં  સરકારને કોઈજ દરકાર નથી પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા જેવી હાલત છે ત્યાના રમીલા ભરવાડ નામના બેહેનનું કેહવું હતું કે પાણીમાં નાહવા ઉતરતી ગાયોને ચામડીના રોગો થઇ જાય છે ત્યાના ગૌતમભાઈ નામના વ્યક્તિના ખેતર પર જતા જોવા મળ્યું હતું કે બોરમાંથી લાલ રંગનું પાણી આવે છે ત્યાર બાદ કલીકુંડ પોહ્ચ્યા હતા કલીકુંડએ ધાર્મિક સ્થળ છે છતાં ત્યાં બીજા ગમો જેવી હાલત છે ત્યાના સ્થાનિક ભરતભાઈએ કહ્યું હતું કે અહ્યની જમીન સરકારે ફેકટરીઓ વાળાને આપી દીધી છે તેમને કહ્યું હતું કે ગુજરાતનો ખુબ વિકાસ થયો છે તેમ કેહનાર મુખ્યમંત્રીએ અહ્યન આવીને જોવું જોઈએ કે લોકો નરકમાં જીવી રહ્યા છે ત્યાં પણ જોવા મળ્યું હતું કે નાહવા માટે ઉપયોગ કરાતા લોકોને ચામડીના રોગો થઇ જાય છે તેથી ગ્રામ જનોએ પાણીનો વપરાશ બંધ કર્યો છે.