ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (17:07 IST)

26/11- 10વર્ષ - છેલ્લાં ૧૫ વર્ષમાં વિશ્વમાં થયેલા ૫ સૌથી મોટા આતંકવાદી હુમલા

પેરિસમાં થયેલ આ હુમલા અમને વિશ્વમાં કેટલા ભીષણ આતંકી હુમલા થયા છે એને યાદ કરવા પર મજબૂર કરે છે. આવો જાણીએ 5 અત્યાર 15 વર્ષમાં થયેલ 5 સૌથી મોટા આતંકી હુમલા વિશે 
 
ફ્રાંસની રાજધાની પેરિસમાં સીરિયલ આતંકવાદી ધમાકા અને ગોળીબારમાં ઓછામાં ઓછા 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 200થી વધુ લોકો ઘાયલ થઈ ગયા છે. ફ્રેંચ મીડિયા મુજબ આતંકી સમુહ આઈએસઆઈએસ એ આ હુમલાની જવાબદારી લીધી છે. 
 
કંસર્ટ હોલમાં 100 લોકોને બંધક બનવી લેવામાં આવ્યા છે. આ હુમલા પછી ફ્રાંસમાં આવતા-જતા બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. મુજબ ફ્રાંસીસી સુરક્ષાબળોએ ત્રણ હુમલાવરોને ઠાર કર્યા છે. ફ્રાંસમાં કટોકટીની જાહેરાત કરી દીધી છે. પેરિસમાં સાત સ્થાન પર હુમલા થયા છે. આ હુમલાની તુલના 26/11ના મુંબઈ હુમલા સાથે કરવામાં આવી રહી છે. પેરિસ હુમલામાં અનેક સ્થાન પર બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. રેસ્ટોરંટમાં ગોળીબાર પછી થિયેટરમાં 100થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. હુમલાવરોના સંકજામાથી બચીને નીકળેલ એક વ્યક્તિએ કહ્યુ કે તે લોકો એક એકને કાઢી કાઢીને ગોળી મારી રહ્યા હતા. 
 
બીજા વિશ્વયુદ્ધ પછી ફ્રાંસમાં થયેલ આ અત્યાર સુધીની સૌથી ઘાટક હિંસાત્મક ઘટના છે.

26/11 Mumbai Terror Attack 2008 
26/11 મુંબઈ આંતકી હુમલા - 26 નવેમ્બરના વર્ષ 2008માં મુંબઈના  હોટલ તાજ પેલેસ પર લશ્કર-એ-તોયબા ભીષણ આતંકવાદી હુમલા કર્યા હતા.  
 
10 આતંકવાદી ગુજરાતના સમુદ્રી માર્ગથી મુંબઈમાં આવીને જુદા જુદા સ્થાને  હુમલાઓ કર્યા હતા અને મોટા પાયા પર હિંસા કરી હતી. આ હુમલામાં 164 લોકોએ એમના જીવ ગુમાવ્યા હતા. અને કુળ 308  લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

આ ઓપરેશન કુળ ચાર દિવસ 26 નવંબર થી 29 નવંબર સુધી ચાલ્યા હતા.  

9 /11 વર્લ્ડ ટ્રેડ સેંટર હુમલા- યુનાઈટેડ સ્ટેટ ઑફ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેંટર પર અલ - કાયદાના આતંકવાદીઓએ 11  સેપ્ટેમ્બર 2001ની સવારે હુમલા કર્યા હતા. 
 
ચાર પેસેંજર એયરલાઈનના હવાઈવિમાનને અલ કાયદાના 19 આતંકીઓએ હાઈજેક કરી એમાંથી બે વિમાનોને એ વર્લ્ડ ટ્રેડ સેંટર પર હુમલા માટે ઉપયોગ કર્યા . જેમાં વિમાનમાં સવાર યાત્રી અને સેંટરમાં કામ કરતા બધા લોકો મૃત્યૂ પામ્યા. બન્ને ટાવર બે કલાકની અંદર ધૂળમાં થઈ ગયા. ત્રીજા વિમાનને વર્જીનિયાના પેંટાગનથી ટ્કરાવ્યા. અને ચોથો વિમાન એક ખેતરમાં જઈને ટકરાવ્યો . 
 
 આ રીરે ચારો વિમાનમાં થી એક પણ યાત્રી સુરક્ષિત નહી રહ્યા. આ હુમલામાં 3000 લોકો ઘાયલ અને 19 અપહરણકર્તાઓ મૃત્યૂ પામ્યા. 

Search Results

 

સંસદ હુમલા - 13 દિસમ્બર 2001 ની તારીખ ઈતિહાસમાં દાખલ થઈ ગઈ છે.આ એ તારીખ છે જેમાં સૌથી સુરક્ષિત સ્થાન એટલે કે સંસદ ભવન પર હુમલા થયા 
 
સમય સવાર 11.વાગીને 20 મિનિટ થયા હતા ત્યારે આ હુમલા થયા અને આ ઓપરેશ  પૂરે 45 મિનિટ સુધી ચાલ્યા . પાંચ આતંકવાદીઓએ એક સફેદ એંબેસ્ડર કારમાં સવાર થઈને આવ્યા હતા અને સંસદ ભવનમાં લાલ કૃષ્ણ આણવાણી અને બીજા ઘણા નેતાઓ હાજર હતા . પણ  સુરક્ષાના જવાનો અને પોલીસકર્મિઓથી મુઠભેડ કરીને બધા આતંકવાદીઓ મૃત્યૂ પામ્યા . 

24 સેપ્ટેમબર 2002માં ગુજરાતના ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર પર બે આતંકવાદી મુરતાજ હાફીજ અને યાસીન અસરાફ અલી મોહમ્મદ ફારૂખ એ હુમલા કર્યા 
 
આ આતંકવાદી મંદિરમાં ઘૂસી ગયા બાદ અંધાધૂંધ ગોળીબર શરૂ કરી દીધો હ અતો. ગ્રેનેડો પણ ઝીંક્યા હતા. આ ભીષણ હુમલામા અક્ષરધામ મંદિરમાં આવેલા 29 શ્રધ્ધાળુઓ સત્તાવાર રીતે મોત પામ્યા હતા. આશરે 79 શ્રધ્ધાળુઓ ઘાયલ થયા હતા. હુમલો કરવામાં આવ્યો ત્યારે મંદિરમાં 600 શ્રધ્ધાળુઓ હતા. હુમલાના પ્રથમ તબક્કામાંજ 25 લોકો માયા ગયા હતા. જેમા એક રાજ્ય પોલીસનો ઓફિસર અને એક કમાંડોનો પણ સમાવેશ થાય છે. 
 
હુમલા દરમિયાન વધુ એક કમાંડોને ઓપરેશન દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. આ કમાંડો સુરજસિંહ ભંડારીનુ કોમામા રહ્યા બાદ બે વર્ષના ગાળા બાદ અવસાન થયુ હતુ. 
 
આશરે 25 ક્લોકો હુમલા વખતે મંદિરમાં ફંસાઈ ગયા હતા. મંદિર સાતેહ સંકળાયેલા સ્વૈચ્છિક કર્મચારીઓની સાવધાનીપૂર્વકની પ્રવિત્તિના લીધે હુમલાખોરો વધુ નુકશાન પહોંચાડી શક્યા ન હતા. નેશનલ સિક્યુરીટી ગાર્ડના કમાંડોએ આખરે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વજ્ર શક્તિના નામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.