શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગુડબાય 09
Written By વેબ દુનિયા|

આઈટી મહાગોટાળાના રૂપમાં ઓળખાશે 2009

W.D
વર્ષ 2009 કોર્પોરેટ ઈતિહાસમાં સત્યમ 'મહાગોટાલા'ને માટે પણ યાદ કરાશે, જેણે વિશ્વભરમાં ભારતીય ઉદ્યોગ જગતની છબિ પર ધબ્બો લગાવ્યો. જાન્યુઆરીમાં બહાર આવેલ આ મહાગોટાળાની અસર આજે પણ પ્રવર્તી રહી છે. ઘણા આરોપ પત્ર દાખલ કરવામાં આવી ચૂક્યા છે. ગોટાળાના તાર ભારત સહિત અન્ય દેશમાં પણ જોડાયેલા છે.

આઈટી કંપની સત્યમમાં 14000 કરોડ રૂપિયાના ગોટાળાથી શેર બજાર હલી ગયુ આ ઉપરાંત સરકારને 2009માં કોર્પોરેટ ગવર્નેસના નિયમો નવેસરથી લખવાની ફરજ પાડી,જેનાથી ચાર્ટર્ડ એકાઉંટેંટના માટે નિયમ ખૂબ જ કડક થઈ ગયા.

આ ગોટાળામાં દસ્તાવેજોની રમત અને તપાસ પડતાલને માટે તપાસ એજંસીઓએ ખૂબ મહેનત કરવી પડી. કોર્ટને દોષીઓને સજા આપવામાં હજુ પણ સમય લાગી શકે છે. કંપનીના સંસ્થાપક રમલિંગ રાજૂએ જાન્યુઆરીમાં આ ગોટાળાને સ્વીકૃતિ કરી હતી.

સત્યમ ગોટાળાને ધ્યાનમાં રાખતા રોકાણકારોના હિતની રક્ષા કરવા અને વિશ્વભરમાં દેશની છાપ વધુ બગડતી બચાવવા માટે સરકારને કંપનીની વ્યવસ્થા હાથમાં લેવી પડી. સત્યમના ગોટાળાની અસર અન્ય બે કંપનીઓ મૈટાસ ઈંફા અને મૈટાસ પ્રોપર્ટીઝ પર પડી. તેમનુ નેતૃત્વ રામલિંગ રાજૂના પરિવારજનોના હાથમાં છે.

સરકારને મૈટાસ કંપનીઓનુ મેનેજમેંટ પોતાના હાથમાં લેવા માટે કંપની લો બોર્ડ અપનાવવુ પડ્યુ. સત્યમના સંસ્થાપક બી. રામલિંગ રાજૂએ જ્યારે કંપનીમાં ગોટાળ કરવાની વાત સ્વીકારી હતી, એ સમયે કંપનીમાં લગભગ 7,800 કરોડ રૂપિયાની હેરાફીરીનુ અનુમાન હતુ.

N.D
પરંતુ પાછળથી સીબીઆઈના દસ્તાવેજોની તપાસ પછી સત્યમમાં 14000 કરોડ રૂપિયાના ગોટાળાની વાત સામે આવી. તાજેતરમાં જ કેન્દ્રીય તપાસ બ્યુરોએ સત્યમના સંસ્થાપક શ્રી રામલિંગ રાજૂ, તેમના ભાઈ બી. રામ રાજૂ અને આઠ અન્યના વિરુધ્ધ ફરજી ગ્રાહક બનાવવા અને કંપની પાસેથી ખોટી રીતે 430 કરોડના નવા ગોટાળાની ભાળ મેળવી છે.

સત્યમમાં વિદેશી રોકાણ હોવાને કારણે અમેરિકાની અમેરિકી મૂડી બજાર વિનિયામક સિક્યોરોટીઝ એંડ એક્સચેંજ સેક (એસઈસી)ના કરોડો રૂપિયાના ગોટાળાની તપાસ કરી હતી. ભવિષ્યમાં આ પ્રકારના ગોટાળાની આશંકા દૂર કરવા માટે કંપની બાબતના મંત્રાલયે પૂર્વ ચેતાવણી પ્રણાલી સ્થાપિત કરી અને કંપની વિધેયકમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરી, જેમા એસએફઆઈઓને અને સાંવિધિક અધિકાર આપી શકાયા.