શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગુડબાય 2010
Written By વેબ દુનિયા|

અયોધ્યા નિર્ણય - ઐતિહાસિક નિર્ણય

N.D
છેલ્લા સાહીઠ વર્ષોથી ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદનો નિર્ણય ઓક્ટોબર 2010માં સંભળાવી દેવામાં આવ્યો. ઈલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની લખનૌ ખંડપીઠે ન્યાયલય કક્ષ સંખ્યા 21માં પોતાના ઐતિહાસિક અને બહુપ્રતિક્ષિત નિર્ણયમાં કહ્યુ કે વિવાદિત જમીન પર કોઈ એક પક્ષનો પૂર્ણ માલિકીનો હક સાબિત નથી થતો.

અયોધ્યા બાબતે નિર્ણય સંભળાવનારી લખનૌ પીઠના ત્રણ ન્યાયાધીશોમાંથી એક ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે પોતાના આદેશમાં લખ્યુ, 'વિવાદિત માળખુ મુસલમાનો દ્વારા હંમેશા મસ્જિદના રૂપમાં માંવામાં આવ્યુ, પરંતુ આ સાબિત નથી થતુ કે આનુ નિર્માણ બાબરના શાસનકાળ દરમિયાન થયુ હતુ.

ન્યાયમૂર્તિ અગ્રવાલે લખ્યુ કે હિન્દુ માન્યતા અને આસ્થા મુજબ વિવાદિત માળખાંના મધ્યના ગુંબજનો ભાગ ભગવાન રામનુ જન્મસ્થાન છે.

વિવાદિત ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યુ છે અને ત્રણ વિવિધ પક્ષોને આ પર સ્વામિત્વ આપવામાં આવશે. ન્યાયમૂર્તિ એસ.યૂ. ખાન, ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ઘર્મવીર શર્માની ખંડપીઠના બહુમતથી આ નિર્ણય સંભળાવવામાં આવ્યો કે વિવાદિત ભૂમિમાં જે સ્થાન પર રામલલાની મૂર્તિયો બિરાજમાન છે તેને હિંદુઓને, પ્રાંગણના બહારનો ભાગ મુસલમાનોને અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને સોંપવામાં આવશે.