ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગુડબાય 2010
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2010 (14:32 IST)

સચિન માટે યાદગાર 2010

N.D
નિષ્ણાતો માને છે કે ટી-20 યુવાઓની રમત છે. પરંતુ સચિને આઈપીએલ દરમિયાન રનોનો પહાડ ઉભો કરી તેને ખોટી સાબિત કરી દીધી. મુંબઈ ઈંડિયન ટીમની કપ્તાની કરીને ટીમને ફાઈનલ સુધી પહોંચાડી દીધી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 21 વર્ષ ગુજારી ચુકેલા બેટ્સમેનના બેતાજ બાદશાહ સચિન તેંડુલકર માટે વર્ષ 2010 તેમના જીવનનું યાદગાર વર્ષ બની ગયુ છે. જેમા તેમણે એકદિવસીય ઈતિહાસની પ્રથમ ડબલ સેંચુરી અને પોતાની 50મી ટેસ્ટ સદી બનાવીને દુનિયાને ચમત્કૃત કરી દીધુ. સચિન આમ તો હવે જ્યારે પણ મેદાનમાં ઉતરે છે તો કોઈને કોઈ રેકોર્ડ તેની રાહ જોઈ રહ્યુ હોય છે. તેમનો દરેક રન, દરેક દાવ અને દરેક મેચ કોઈ નવો રેકોર્ડ બનાવી જાય છે. સચિન માટે વર્ષ 2010 દરેક રીતે યાદગાર બની ગયુ છે.

એકદિવસીય ઈતિહાસની પ્રથમ ડબલ સેંચુરી અને પોતાના ટેસ્ટ જીવનના 50મી સદી બનાવીને સચિને એ કામ કરી બતાવ્યુ જે દુનિયાના અન્ય કોઈ બેટ્સમેન આજ સુધી નથી કરી શક્યુ. રસપ્રદ વાત તો એ છે કે સચિને આ બંને ઉપલબ્ધિઓ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતા મેળવી. સચિને ગ્વાલિયરમાં આ વર્ષના શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ અણનમ 200 રન બનાવ્યા. જેને અમેરિકાની જાણીતી પત્રિકા 'ટાઈમ' એ રમત જગતના વર્ષના 10 યાદગાર ક્ષણોમાં સમાવેશ કર્યો. ટાઈમે જો થોડી વધુ રાહ જોઈ હોત તો સચિનના 50મી ટેસ્ટ સદીની ક્ષણ પણ આ યાદગારમાં જોડાઈ હોત.

N.D
અનુભવી બેટ્સમેનની આ યાદગાર ડબલ સેંચુરી માટે ટાઈમે લખ્યુ હતુ કે રમતોની દુનિયામાં કેટલીક એવી ઉપલબ્ધિઓ હોય છે જ્યા સુધી પહોંચવુ સહેલુ નથી હોતુ. ફેબ્રુઆરીમાં સચિને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ જે કારનામુ કરી બતાવ્યુ હતુ તે ખરેખર યાદગાર હતુ. 'ટાઈમ'ની આ પ્રશંસાને એક અઠવાડિયુ થયુ જ હતુ કે સચિને એક વધુ એવો મીલનો પત્થર સાબિત કરી દીધો જ્યાં સુધી પહોંચવુ અન્ય બેટ્સમેનો માટે ખુબ જ મુશ્કેલ કામ રહેશે. સચિને 175મી ટેસ્ટમાં 50મી સદી બનાવી છે, જ્યારે કે બીજા નંબર પર ચાલી રહેલ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોંટિગ 39 સદી સાથે સચિનથી 11 સદી પાછળ છે. મતલબ આ એટલી મોટી ખાઈ છે જેને પાર કરવામાં પોંટિગને લાંબો સમય લાગી શકે છે.

સચિનની 50મી ટેસ્ટ સદીની ઉપલબ્ધિની ખુશી એટલી હતી કે આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા અન્ય બધા ખેલાડીઓ ગૌણ થઈ ગયા. અહી સુધી કે ભારતની એક દાવ અને 25 રનની પરાજય પર પણ કોઈ ચર્ચા નથી થઈ રહી. આ મેચમાં રાહુલ દ્રવિડે પોતાના 12,000 ટેસ્ટ રન પૂરા કર્યા, પરંતુ કદાજ જ કોઈએ આ મહાન બેટ્સમેનને આ ઉપલબ્ધિ માટે યાદ કર્યો હશે.