મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By ભીકા શર્મા|

ગુજરાત પર્યટન - જોવા જેવુ છે 'કચ્છનું અભ્યારણ્ય'

P.R
ગુજરાતમાં આમ તો જોવા જેવા ઘણા પર્યટન સ્થળો છે. પણ તમે કદી કચ્છ વિશે વિચાર્યુ છે. મોટાભાગે લોકો એમ વિચારે છે કે કચ્છ મતલબ રણપ્રદેશ.. ત્યાં શુ જોવા જેવુ કંઈક જોવા મળશે.. ત્યાં તો ગરમી જ ગરમી હશે. પણ એવુ નથી. અમે તમને બતાવીએ કે કચ્છનું અભ્યારણ્ય કેટલુ સુંદર અને મોહક છે.

દૂર સુદૂર વેરાન જંગલ, સિસકારા મારતી રેતીની આંધી, વિશાળ ઘડખર મૃગજળના દેખાતાં પાણીની પાછળ આખા રણમાં આમથી તેમ ફરતાં, દોડતાં, ભાગતાં હોય ઉપરાંત વિશ્વના અન્ય જંગલી પ્રાણીઓ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે. આ આભ્યારણ્યની સ્થાપના વર્ષ ૧૯૭૩માં થઇ હતી અહી કુદરતની લીલા જોવા જેવી છે. વર્ષા ઋતુમાં નદીનું પાણી, તેમાં વરસાદનું પાણી ભળે અને તે પાણી સમુદ્રમાં સમાય તે જ સમયે દક્ષિણ-પશ્ચિમ પવન વાય તે સમયે કચ્છના રણમાં વિશાળ ક્ષેત્રમાં પાણીનું છીછરું તળાવ બની જાય અને ઓક્ટોબર નવેમ્બરમાં સૂકાઇ જાય ત્યારે (સુપર હાઇવે)આખો રસ્તો બની જાય જેના ઉપરથી અનેક વાહનો પસાર થતાં દેખાય.

P.R
આ અભ્યારણ્યમાં ફરવાનો સમય વહેલી સવારનો છે. સવારે અને સાંજે ફરવા જવું હોય તો ધ્રાંગધ્રા, પાટડી અથવા વિરમગામ રેલ્વે સ્ટેશનની પાસેથી જીપ મળી જાય છે. ભલે તમે કોઇ પણ વાહનમાં જાવ, તમારી સાથે એક સ્થાનનું પૂર્ણ જ્ઞાન ધરાવતો ગાઇડ તમારી સાથે લઇ શકો છો. અહી શિકાર ઉદ્યાન અને ડીને અભ્યારણ્ય જોવા જેવા છે. ત્યા જવા માટે રણ રાઈડર્સ રીસોર્ટ જીપ અને ઊંટની વ્યવસ્થા કરી આપે છે. શિયાળાની ઋતુમાં આપ વિવિધ પક્ષીઓને જોઈ શકો છો.

તમારે રણના પ્રવાસનો સાચો અને સારો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ માટે જાવ તો મજા નહી આવે. કારણ કે વન્ય પ્રાણી જોવા માટેનું કોઇ પેકેજ ન હોઇ શકે. કારણ કે તમે તાજમહાલ જોવા જાવ તો તરત કહી શકો કે તમે તે જોયો પરંતુ વનમાં રહેતા વન્ય પ્રાણીઓની વાત કંઇક જુદી છે. તેઓ તેમના મૂડ મુજબ રહેતા હોય છે. પ્રાણીઓને શોધવા પડે, તેઓ મોટા ભાગે એકાકી જીવન વીતાવતા હોય છે વળી તમે અપેક્ષા કરી હોય તે અમુક જગ્યાએ મળશે તો કદાચ એવું ન પણ બને. વધુમાં વિશાળ વિવિધતામાં વસતા વન્ય પ્રાણીઓને ઓછા સમયમાં જોવાં એ લગભગ અશક્ય છે. રણમાં આવી કેમ્પમાં એકાદ રાત વીતાવો તો તમને પોતાને અનુભવ થશે કે તમે ત્યાંના વાતવરણ સાથે પોતાની જાતને કેવી રીતે એડજસ્ટ કરી શકો છો. આ ઉપરાંત મોડી રાત્રે આકાશમાં ટમટમતા તારલાઓને નાચતા જોવાનું દ્રશ્ય પણ તમે ભૂલી શકો નહી.

તો ચલો આ શિયાળામાં પ્લાન કરો કચ્છના અભ્યારણ્ય પર જવા માટે.

કેવી રીતે જશો ?

સડક માર્ગેઃ
ઘુડખરનું અભ્યારણ્ય અમદાવાદથી 130 કિમી,
વિરમગામથી 45 કિમી, રાજકોટથી 175 કિમી,
ભૂજથી 265 કિમી દૂર છે, આ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.

રેલ માર્ગેઃ
ધ્રાંગધ્રા - ૧૬ કિલોમીટર
અમદાવાદ - ૧૩૦ કિલોમીટર
રાજકોટ - ૧૭૫ કિલોમીટર