શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By પારૂલ ચૌધરી|

જૈનોનું પવિત્ર યાત્રાધામ-મહુડી

P.R

મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનુ એક છે. અને તે પણ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે.

આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે જેની ટોચે સોનાનો કળશ છે. આ મંદિરની અંદર આવેલી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિની આંખોમાં માત્ર બે મિનિટ સુધી એકીટશે જોઈ રહેવાથી ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તેવું અનુભવાય છે. આ આખુ મંદિર આરસપહાણથી બનેલું છે. અને અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે.

આ મંદિર અમદાવાદથી માત્ર 36 કિ.મી.ના અંતરે આવેલું છે અને ત્યાં સુધી પહોચતાં માત્ર અડધો કલાક થાય છે. વળી અહીંયા જવા માટે રસ્તો પણ ખુબ જ સરળ અને સાદો હોવાથી જવામાં કોઈ જ અડચળ આવતી નથી. ત્યાં જવા માટે ગુજરાતના મુખ્ય શહેરોમાંથી ગુજરાત સરકારની બસો પણ ખુબ જ સરળતાથી મળી રહે છે.