મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By કલ્યાણી દેશમુખ|

પક્ષીઓનું સ્વર્ગ- નળસરોવર

અમદાવાદથી 62 કિલોમીટર દૂર નળસરોવર આવેલુ છે આ તળાવ બહારના પક્ષીઓનુ પ્રિય પર્યટન સ્થળ છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળા વિસ્તારનો પ્રદેશ છે , તેથી તે દરિયા જોડે જોડાયેલો હોવો જોઈએ અને આ દરિયાના જે અવશેષો તે જ નળસરોવર એમ કહેવાય છે.

નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે. ચોમાસામાં અને શિયાળામાં આનુ પાણી એકદમ શુધ્ધ દેખાતુ હોવાથી તે પી શકાય છે. ચોમાસુ પુરુ થતાં આનુ પાણી ઘટવા માંડે છે, અને ખારું થવા માંડે છે. જ્યારે સપાટી સુકાય જાય ત્યારે મીઠાના કણોની પોપડી જોવા મળે છે. આ સરોવરમાં લગભગ 350 જેટલા નાના મોટા બેટ જોવા મળે છે. જે બેટ પાણીની ઉપર હોય છે તેની ઉપર ઘાસ ઉગે છે. આસપાસના લોકો પોતાના ઢોર ને ચરાવવા માટે અહીં લઈને આવે છે.

પાણી ભરપુર રહેવાથી અને સંખ્યાબંધ માછલીઓ અને અન્ય નાના જીવોનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતુ હોવાથી અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી સુઘી પક્ષીઓ સૌથી વધુ જોવા મળે છે. છેક ઈરાન અને અફઘાનિસ્તાન ને વિંધિંને પક્ષીઓ અહીં સુધી આવે છે ખાસ કરીને યાયાવર પક્ષીઓ વધુ આવે છે.

આ સરોવર પક્ષીવિદો અને અભ્યાસીઓ માટે તીર્થસમાન છે. અનેક જાતના પક્ષીઓને એકસાથે જોવા એ તમને નળ સરોવર વગર બીજે કશે નહિ મળે.