શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By એજન્સી|

સાબરમતી નદી પરથી સાબરકાંઠા જિલ્લો

27 રજવાડાઓ મળીને 1949ના ઓગસ્‍ટ માસમાં અસ્‍તિત્‍વમાં આવ્‍યો સાબરકાંઠા

ગુજરાત રાજ્યમાં 27 જેટલાં રજવાડાઓ મળીને 1949ના ઓગસ્‍ટ માસમાં અસ્‍તિત્‍વમાં આવ્‍યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા.

15મી સદીમાં બંધાયેલું શામળાજીનું મંદીર દેશભરમાં પ્રખ્‍યાત છે. તો આ વિસ્‍તારના વનવાસીઓનો ચિત્ર-વિચિત્રના લોકમેળા જોવાલાયક ખરો જ 57માં સ્‍વતંત્રતા દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી જનભાગીદારીથી સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગરમાં થશે

ગુજરાત રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં ઉત્‍સવો યોજવાની રાજ્‍ય સરકારે પ્રારંભેલી નૂતન પ્રણાલિકાને લોકોમાં ઉમળકાભેર પ્રતિસાદ મળ્‍યો છે. એટલું જ નહિ દૂરના વિસ્‍તારોમાં વહીવટીતંત્ર અને પ્રજા એકબીજાની વધુ નજીક આવ્‍યા છે. આ બાબતને પ્રાધાન્‍ય આપીને આગામી પ9મો સ્‍વતંત્રતા દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી કાર્યક્રમ ઐતિહાસિક દ્રષ્‍ટિએ વિશિષ્‍ટ મહત્‍વ ધરાવતાં સાબરકાંઠા જિલ્લાનાં પાટનગર હિંમતનગર ખાતે યોજાશે.

ઐતિહાસિક મહત્‍વ ધરાવતો સાબરકાંઠા જિલ્લો :- તત્‍કાલિન ભારત સંધના રજવાડા, ખાનગી રિસાયતો, પાંતિજ, મોડાસા, આંબલીયારા, મોહનપુર, માલપુર, બાયડ અને સાદરા મહાલના ર9 જેટલાં રજવાડાઓ મળીને ઓગસ્‍ટ-1949માં અસ્‍તિત્‍વમાં આવ્‍યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ સાબરકાંઠા પડયું. જ્‍યારે જિલ્લાના પાટનગર હિંમતનગરનું નામ રાજવી હિંમતસિંહજીના નામથી અસ્‍તિત્‍વમાં આવ્‍યું છે.

અરવલ્લીની ગિરિમાળાથી આચ્‍છાદિત જિલ્લાના ઉત્તરપૂર્વ ભાગમાં આદિવાસી વસ્‍તી વિશેષ પ્રમાણમાં છે. સાબરમતી ઉપરાંત મેશ્વો, વાત્રક, હાથમતી, માઝૂમ, વૈડી, હરણાવ, ખારી જેવી નદીઓ અહીં વહે છે. ર001ની વસ્‍તી ગણતરી પ્રમાણે ર0,83,416ની વસતી ધરાવતાં સાબરકાંઠા જિલ્લામાં 6 નગરપાલિકાઓ, 709 ગ્રામપંચાયતો, 13 તાલુકા પંચાયતો અને 1 જિલ્લા પંચાયત આવેલી છે.
PRP.R

ર403 પ્રાથમિક શાળાઓ, 4પ4 માધ્‍યમિક શાળાઓ અને 176 ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે. એન્‍જિનીયરીંગ, પોલીટેકનીક, ફાર્મસી અને કાયદાના અભ્‍યાસ માટેની કોલેજો મોડાસા-હિંમતનગરમાં છે. તો આર્ટસ, કોમર્સ, સાયન્‍સ, પી.ટી.સી., બી.એડ. અને આઇ.ટી.આઇ. સંસ્‍થાઓ જિલ્લામાં કાર્યરત છે. ધઉં, જીરૂ, વરિયાળી અને શાકભાજીના મુખ્‍ય પાકો પકવતાં આ જિલ્લાના 1ર73 ચો. કી.મી. વિસ્‍તારમાં વન આવેલું છે. પશુપાલનનો વ્‍યવસાય સાથે સંકળાયેલો આ જિલ્લો ર,60,000 દૂધાળા પશુઓ ધરાવે છે. જિલ્લાની 1574 દૂધમંડળીઓ દ્વારા દૂધ એકત્ર થાય છે. જે જિલ્લાની મુખ્‍ય ડેરી-સાબર ડેરીમાં લવાય છે. દૈનિક 8 લાખ લીટર જેટલું દૂધ ડેરીમાં આવે છે. માસિક 40 કરોડ રૂપિયાની રકમના દૂધની પ્રોસેસ થાય છે. 577 જેટલી સહકારી બેંકો, 109 જેટલી સાબરકાંઠા જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકની શાખાઓ ધરાવતો સાબરકાંઠા જિલ્લો સહકારી ક્ષેત્રે અગ્રેસર છે.

જિલ્લામાંથી પસાર થતો રાષ્‍ટ્રીય ધોરી માર્ગ નંબર-8 અમદાવાદ-હિંમતનગર-ઉદેપુરને સાંકળે છે. આ જિલ્લામાં બ્રોડગેજ તથા મીટરગેજ રેલ્‍વેલાઇન છે. ક્રોકરી, ટાઇલ્‍સ અને કવોરી ઉઘોગો જિલ્લામાં મહત્‍વના સ્‍થાને છે. ગૌણ ખનીજોમાં કવાર્ટઝાઇટ અને કાળો પત્‍થર ઉપલબ્‍ધ છે.
જિલ્લાના ધાર્મિક સ્‍થળોમાં શામળાજીનું મંદિર રાષ્‍ટ્રભરમાં પ્રખ્‍યાત છે. સુંદર-રમણીય ટેકરીઓ વચ્‍ચે આવેલાં આ મંદિરના પાછળના ભાગે મેશ્વો ડેમ આવેલ છે. ઇડર શહેરની લગોલગ આવેલો ગઢ ‘‘ઇડરીયો ગઢ'' તરીકે ઓળખાય છે. અહીં પણ પ્રાચીન જૈન મંદિરો આવેલાં છે. આ ઉપરાંત ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર, બ્રહમાજીનું મંદિર, ભિલોડાના-પોશીનાના જૈન મંદિર, પોળોના જૈન મંદિરો, બાયડ તાલુકાના ઝાંઝરી ગામે મેશ્વો નદીનો ઝાંઝરીનો ધોધ તથા વિજયનગર તાલુકાના અભાપુર ગામના વિરેશ્વર, શારણેશ્વરના પૌરાણિક અવશેષો ધરાવતાં શિવમંદિરો દર્શનીય છે.
W.DW.D

સાબરકાંઠા જિલ્લામાં ‘‘કાર્તિકીપૂર્ણિમા''નો શામળાજીનો મેળો, ‘‘ભાદરવી પૂનમ''નો ખેડબહ્મમાં ‘‘અંબાજીનો મેળો'', હોળી પછીના ચૌદમાં દિવસે લાંબડીયા વિસ્‍તારમાં ભરાતો ‘‘ચિત્ર-વિચિત્ર''નો લોકમેળો ખ્‍યાતનામ છે. લોકો મોટી સંખ્‍યામાં મેળામાં ઉમટી પડે છે.

પ9મા સ્‍વતંત્રદિનની જન ભાગીદારીથી ઉજવણી આ જિલ્લામાં થશે.:- તા. 15મી ઓગસ્‍ટ સ્‍વતંત્રદિનની રાજ્‍યકક્ષાની ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં જન ભાગીદારીથી થશે. આ માટેના લોકપ્રિય કાર્યક્રમોનો પ્રારંભ તા. 9મી ઓગસ્‍ટ-2005થી પ્રારંભાશે. જિલ્લાના પાટનગર હિંમતનગર ખાતે શષાપ્રદર્શન, તાલુકા પંચાયત હિંમતનગરમાં ડેટાબેઇઝ સેન્‍ટરનું ઉદ્‌ધાટન, જિલ્લાના વિકાસ સંદર્ભે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના પ્રતિીનધિઓના પરિસંવાદ, કેનપુર ગામમાં કોમ્‍યુનીટી હોલનો લોકાર્પણ સમારોહ, રૂપાલ ગામમાં આંગણવાડી કેન્‍દ્ર ઉદ્‌ધાટન, મહેતાપુરામાં યોગશિબિર, વિજ્ઞાનમેળાનું આયોજન હિંમતનગર ખાતેના થ્રી લેઇન બાયબાસ રસ્‍તાનું ખાતમુર્હત, ખેડૂતોને સનંદ વિતરણ, પર્યાવરણ અંગે જાગૃતિ શિબીર, સાબરકાંઠા જિલ્લામાં ઔઘોગિક વિકાસ અંગેનો સેમીનાર, સ્‍વજલધારા કાર્યક્રમ હેઠળ હિંમતનગર તાલુકાના નિકોડા ગામમાં જન સુવિધાના કામોનું લોકાર્પણ, પુરાલ ગામે ચેકડેમનું લોકાર્પણ, હિંમતનગર ખાતે વિવિધ યોજનાના લાભોનું વિતરણ કાર્યક્રમ, શાળાના નવીન ઓરડાઓનું લોકાર્પણ, બાળચિત્ર સ્‍પર્ધા, જિલ્લાના ઇતિહાસની ઝાંખી કરાવતાં નાટકોનું આયોજન, કલાકારોની સાંસ્‍કૃતિક રેલી. તા. 1પમી ઓગસ્‍ટ-ર00પના રોજ સવારે 6.4પથી જ હિંમતનગરના 3ર મંદિરોમાં ધંટારરવનો કાર્યક્રમ, પ્રભાત ફેરી, ધ્‍વજવંદન, સ્‍વાતંત્ર્યસેનાનીઓનું અભિવાદન, સરકીટ હાઉસ પાસે નવીન બાગની નામકરણવિધિ, બાળકોને તિથિ ભોજન, નર્મદાવન વ્‍ાૃક્ષારોપણ, રેલ્‍વે ઓવર બ્રીજની ખાતમુર્હૂતવિધિ, રસ્‍તાના વાઇડનીંગ તથા સ્‍ટ્રેધનીંગના કામોની ખાતમુર્હૂતવિધિ, 1ર0 પોલીસ સ્‍ટાફ કવાર્ટસની ખાતમુર્હુતવિધિ, રેડક્રોસ સોસાયટીને એમ્‍બ્‍યુલન્‍સ અર્પણવિધિ, ગૌરવપથનું લોકાર્પણ, મહિલા જાગૃતિ-શશકિતકરણના કાર્યક્રમો, કિસાન સહકાર કાર્યક્રમો તથા રાત્રિના સાંસ્‍કૃત્ત્િાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પાટનગર હિંમતનગર ખાતે જ નહિ જિલ્લાના તમામ તાલુકા મથકોએ જનસુવિધાના વિવિધ કામોનું ખાતમુર્હૂત, લોકાર્પણવિધિ, આરોગ્‍યવિષયક શિબીરો, ભિલોડા તાલુકાના ખેરંચા ગામે સૈનિક સ્‍કૂલની હોસ્‍ટેલનું ખાતમુર્હૂત, મામલતદાર કચેરી અને પોલીસચોકીના નવીન મકાનનું ખાતમુર્હૂત જેવા કાર્યક્રમોનું આયોજન થયું છે.

ગુજરાતના વિકાસમાં જનભાગીદારીના ખ્‍યાલને મૂર્તિમંત કરીને પોતાનું કર્તવ્‍ય નિભાવી રહેલાં મુખ્‍ય મંત્રીશ્રી સાથે ‘‘આપણું ગુજરાત-આગવું ગુજરાત''ના સૂત્રને ગૌરવવતું બનાવવા પ9મ સ્‍વતંત્રતા દિને સાબરકાંઠાવાસીઓ કટિબધ્‍ધ બન્‍યા છે.

(સંદર્ભઃ:- સ્‍વાતંત્ર્ય પર્વ સુવર્ણ જ્‍યંતી વિશેષાંક માહિતી ખાતું, ગુજરાત રાજ્‍ય)