બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : સોમવાર, 6 જૂન 2016 (17:55 IST)

ગુજરાત ટુરીઝમ - ગુજરાતમાં એવા ધોધ જ્યા વરસાદની મજા લો

ભારતમાં ઉનાળાની વિદાય બાદ ધીરે ધીરે ચોમાસાના આગમનની શરૂઆત થઇ રહી છે. ચોમાસામાં કુદરતી સોંદર્ય જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે કુદરતના ખોળે ફરવાની ઇચ્છા સૌ કોઇને થાય છે. ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે જે વરસાદમાં આહલાદક બની જાય છે. એટલુ જ નહીં ગુજરાતમાં એવા ધોધ છે જે વરસાદમાં ફરવા માટે બેસ્ટ છે.

ગિરા ધોધ ડાંગ જિલ્લાના વઘઇથી સાપુતારા જતા માર્ગ પર આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં અંબિકા નદી પર આ ધોધ જોવા મળે છે. ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે.


બરડા ધોધ આહવા મહાલ રોડ પર આહવાથી 10 કિલોમીટર દૂર આવેલો આ ધોધ જૂન અને નવેમ્બરમાં ખૂબ વહે છે. અહીં ચનખલથી 30 મિનિટ ચાલતા આ ધોધ આવે છે.

વધુ વોટરફોલ માટે આગળ જુઓ 
ચીમેર ધોધ ચીમેર ધોધ ડાંગ જીલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલો છે. ધોધની સોંદર્યતાને લીધે તે ગુજરાતનો નાયગ્રા તરીકે ઓળખાય છે. આ ધોધ આશરે 300 ફૂટની ઉંચાઇથી સીધો નીચે પડે છે. ચોમાસામાં પાણી વધતા તે સુંદર લાગે છે.


ગિરમલ ગિરિમલ ધોધ એ ગુજરાતનો સૌથી મોટો ધોધ છે જે ઉતર ડાંગના ગીરમાળ ગામે આવેલો છે. મહારાષ્ટ્રમાંથી નીકળીને આવતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગીરમાળ ગામે ડુંગ૨ ઉપ૨થી સમગૂ નદીમાં ધોધ સ્વરૂપે આકા૨ લઈને નીચે પડે છે