શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ખુમારી, ખમીર, સાહસિક, વતન પરસ્‍ત કચ્‍છી માડુઓનું નવુ વર્ષ, અષાઢી બીજ

P.R


તા.૧૦ને અષાઢી બીજના રોજ કચ્‍છ માડુઓ નવા વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે.

સિંઘ અને ગુજરાતને વેરાન રણ પ્રદેશ દ્વારા જોડતો અને બાકીની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ કચ્‍છ પ્રદેશ કુદરતની કોઇપણ કૃપાથી વંચિત એટલે ઓછો વરસાદ ખેતીવાડીની નહિવત સગવડ અને ઉદ્યોગ ધંધાની સવલત ન હોવાને કારણે વર્ષોથી ઉપેક્ષિત રહેવા પામેલ અને સ્‍થાનિક રોજગારીની કોઇ તકો ન રહેતા કચ્‍છીઓમાં સાહસિકતાનો ગુણ વિકાસ પામ્‍યો. આનેક ારણે કુદરતે આપેલ દરિયાઇ ભૌગોલિક પરિબળની દિશા પોતાનું અસ્‍તિત્‍વ ટકાવવા ધંધા-રોજગારની તકો શોધવા વિચારતો કર્યો. આ રીતે યુગો પહેલા કચ્‍છી દરિયાઇ વહાણવટુ તથા વિદેશ વેપાર-રોજગાર માટે દરિયા પારના દેશોમાં આવતો જતો થયો. ભલે અભણ હોવા છતાં વ્‍યવહારિક બુધ્‍ધિ અને કોઠાસુઝના કુદરતી ગુણને કારણે કચ્‍છી સાહસિક વેપારીઓ આફ્રિકા, અરબસ્‍તાન છેક દુર પુર્વના દેશોમાં પોતાની વેપારી પેઢીઓ સ્‍થાપી શકયા.

P.R


ભારતમાં પણ મુંબઇ, કોચીન, કલીકટ, મદ્રાસ, કલકતા સુધી કચ્‍છી સાહસિક વેપારીઓ તથા પેઢીઓના વહીવટકર્તાઓનો વ્‍યાપ વિસ્‍તર્યો, આને કારણે જ વર્ષોથી દેશીવહાણ બાંધકામના કુશળ કારીગરો તથા વહાણોને વિદેશ લઇ જવા માટેના કુશળ નાવિકો-નેવીગેટર્સ, માલમોની એક પરંપરાગત પેઢીને પણ સ્‍થાનિક ધંધો રોજગારની તકો પુરી પડવા લાગી. આમ છતાં પરદેશ ગયેલ કચ્‍છીઓમાં વતનપ્રેમ તથા વતન પરસ્‍તી અકબંધ રહેવા પામેલ. તેના અનેક ઉદાહરણો જાહેર દવાખાનાની સગવડો, ધાર્મિક સ્‍થાનોના બાંધકામો, શૈક્ષણિક સંસ્‍થાઓ અને ધર્મશાળાઓની સ્‍થાપના વિગેરે આજે પણ જોઇ શકાય તેમ છે. વિદેશમાં વસતા કચ્‍છીઓ દ્વારા વતનમાં કુટુંબીઓને મોકલવામાં આવતુ વિદેશી હુંડીયામણ કદાચ આખા એશિયાની બેંકોની શાખાઓની સરખામણીમાં સૌથી વધુ હોવાનું કચ્‍છની કેરા-બળદીયાની બેંકોની શાખાઓમાં નોંધાયેલ છે. જે કચ્‍છીઓની વતન પરસ્‍તીનો એક આદર્શ નમૂનો છે.

P.R

P.R

અમારા વડીલો પાસેથી સાંભળેલ વાત મુજબ ઇ.સ.૧૯૦પમાં હિન્‍દના વાઇસરોય લોર્ડકર્ઝન કચ્‍છના રાજયની મુલાકાતે દરિયાઇ રસ્‍તે રોયલ નેવીની સ્‍ટીમર દ્વારા માંડવી બંદરે ઉતરેલ. વાઇસરોયના મેડમ લેડીકર્ઝન સાથે હતા પરંતુ આ અંગ્રેજી લેડી જહાજ ઉપરથી કચ્‍છનો ઉજ્જડ કિનારો તથા દુર-દુર નનામા ડુંગરની કાળી ટેકરીઓ તથા ગરમ હવામાનને કારણે સ્‍ટીમરમાં જ રોકાઇ રહેલ. લોર્ડ કર્ઝનને માંડવી બંદર ઉપરથી બે ઘોડાની બગીમાં રાજકીય સન્‍માન સાથે કાંઠાવાળા નાકે મહોલાત (હાલ શેઠ ખીમજી રામદાસ-કન્‍યા વિદ્યાલય છે.) તરફ હંકારી જવામાં આવ્‍યા. આ દરમ્‍યાન વચ્‍ચે આવતી એન્‍ગલો વર્નાકયુલર સ્‍કુલ જે એ.વી.સ્‍કુલ તરીકે ઓળખાતી અને હાલ ખલ્‍ફાન સ્‍કુલના એક ભાગ તરીકે પીપળેશ્વર મહાદેવની દેરીના પટાંગણમાં આવેલ છે.

તે સ્‍કુલના હેડ માસ્‍તરશ્રીએ સ્‍કુલના વિદ્યાર્થીઓને યુનિયક જેક (બ્રિટીશ રાષ્‍ટ્રધ્‍વજ) લઇને સ્‍કુલની બહાર રસ્‍તા પર ઉભા રાખેલ અને બ્રીટીશ એમ્‍પાયરનું રાષ્‍ટ્રગીત ગાઇ લોર્ડકર્ઝનનું સ્‍વાગત કર્યુ અને વાઇસરોએ નાના વિદ્યાર્થીઓનું અભિવાદન સહર્ષ ઝીલ્‍યુ. આ હકીકત અમારા વડીલ દાદા જે તે વખતે વિદ્યાર્થી હતા. તેમણે કરેલ હતી. સમયના વહાણા વહી ગયા. દેશ આઝાદ થયો અને કચ્‍છના ઇતિહાસના અનેક પાના ઉથલી ગયા. ઇ.સ.ર૦૦૧ના મહાવિનાશક ભુકંપે કચ્‍છનો સર્વનાશ કરી નાખ્‍યો.


P.R


પરંતુ કચ્‍છની સાહસિક પ્રજાના વતન પરસ્‍તીના આનુવાંશિક ગુણો એ એક દાયકામાં ભુકંપના સર્વવિનાશને નવસર્જનમાં પલ્‍ટી નાંખ્‍યો. સ્‍થાનિક પ્રજા વિદેશમાં વસતા કચ્‍છીઓ અને ઉદ્યોગ સાહસિકો તથા દાતાઓ અને રાજય સરકારના ભગીરથ પ્રયત્‍નોથી આપત્તિને અવસરમાં ફેરવી નાખવાની કચ્‍છી પ્રજાની આ ખુમારી અને ખમીર જોઇને દુનિયાના દેશો મોઢામાં આંગળા નાખી ગયા. એક વખતો ઉજ્જડ ઉદ્યોગ ધંધાર્થી વંચિત વેરાન રણપ્રદેશ તરીકે ઓળખાતો કચ્‍છ મુલક રાજકીય ઇચ્‍છા શકિત તથા ઉદ્યોગ સાહસિક અને સ્‍થાનિક પ્રજાના સહકારથી મહાકાય ઉદ્યોગો અને કંડલા-મુંદ્રા જેવા આંતરરાષ્‍ટ્રીય બંદરોને કારણે માનવ રોજગારી તથા ઉદ્યોગ ધંધાથી ધમધમતો પ્રદેશ બની ગયો છે. ઉપર લોર્ડ કર્ઝનવાળી વાત અત્‍યારે એટલા માટે યાદ આવે છે કે ઉજ્જવળ કાળી ટેકરીઓવાળો કિનારો અને અસહ્ય ગરમીવાળા કચ્‍છના માંડવી બંદરે ઇ.સ. ૧૯૦પમાં લેડી કર્ઝન કચ્‍છના કિનારે ઉતરવાની ઉપેક્ષા કરી જહાજમાં જ બેસી રહ્યા હતા પરંતુ તેણે કયાં ખબર હોય કે ઇ.સ.ર૦૧૦માં આજ કચ્‍છમાં ધમધમતા પાવર પ્‍લાન્‍ટો, મહાકાય સિમેન્‍ટ ઉદ્યોગો અને ‘સેઝ' અને ‘સર' જેવા સ્‍પેશ્‍યલ ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉભા થયેલ વિશ્વકક્ષાના ઔદ્યોગિક પ્‍લાન્‍ટો તથા કંડલા-મુંદ્રા જેવા આંતરરાષ્‍ટ્રીય બંદરો ઉપર ઉભી થયેલ વિપુલ રોજગારીની તકો ઉપર વિશ્વ અને યુરોપના દેશોના હજારો ટેકનીશ્‍યનો ગરમી તથા ઉજ્જડ પ્રદેશની પરવાહ કર્યા વગર હોંશેહોંશે કામ કરી રહ્યા છે. આ હકીકત સમયની બલીહારી નહિ તો બીજુ શું ?