ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2008 (14:41 IST)

વર્ષ 2007માં ગુજરાત દર્શન

ગુજરાતને 1600 કિ.મીનો લાંબો દરિયા કિનારો મળેલો છે !

ક્ષેત્રફળ - 196,024
રાજધાની - ગાંધીનગર
જનસંખ્યા - 50.67 મિલિયન (વર્ષ -2001ની જનગણના મુજબ)
ભાષા - ગુજરાતી
PRP.R

ગુજરાત રાજ્ય ની સ્થાપના 1st મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની રાજધાની ગાંધીનગર છે.

ભારતવર્ષનું ઔદ્યોગીક રાજ્ય માનવામાં આવતું ગુજરાત દેશના કુલ ઔદ્યોગીક ઉત્પાદનના 19.8 ટકા ઉત્પાદનનું ભાગીદાર છે. દેશના પશ્ચિમી ક્ષેત્રમાં આવેલ આ રાજ્યની સીમા એક બાજુથી પાકિસ્તાનને મળે છે તો બીજી બાજુથી ઉત્તર-પૂર્વ સીમા મધ્ય પ્રદેશ, પૂર્વી સીમા મહારાષ્ટ્ર જેવા રાજ્યો તેમજ દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોથી ઘેરાયેલ છે. આના પશ્ચિમે અરબ સાગર તેની શોભા વધારે છે. ગાંધીનગર આ રાજ્યની રાજધાની છે જ્યારે કે અમદાવાદ અહીની વ્યાવસાયિક રાજધાની માનવામાં આવે છે.

સામાજીક વિવિધતા : આ રાજ્યની અધિકારીક ભાષા ગુજરાતી છે. આ રાજ્યની અંદર આશરે 89.1 ટકા હિન્દુ, 9.1 ટકા મુસલમાન,1.0 ટકા જૈન અને 0.1 ટકા શીખ ધર્માનુયાયી છે. ઐતિહાસિક દ્રષ્ટિકોણથી અહીંયા ઘણાં વિદેશી સમૂહોનું આગમન થયું હતું જેની અંદર વધારે પડતાં લોકો અહીંયાં ભળી ગયાં. આમાંથી પ્રમુખ પ્રજાતિઓ તુર્ક, ફારસી તેમજ અરબી રહી જેમને ફક્ત અહીની સંસ્કૃતિ જ નહી પરંતુ તેના ધર્મને પણ અપનાવી લીધો.

જો આપણે જાતિઓની વાત કરીએ તો હિન્દુ ધર્મની ઘણી જાતિઓ અહીં વસવાટ કરે છે. જેમાંથી સૌથી વધારે કોળી(20 ટકા) અને બીજો નંબર પાટીદાર(15 ટકા) જાતિ છે. અન્ય હિન્દુ જાતિની અંદર પ્રમુખ જાતિઓ- બ્રાહ્મણ, વૈષ્ણવ, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, આદિવાસી, રાજપૂત, વાણીયા, હરીજન, લોહાણા વગેરે છે.

સાથે સાથે અહીં ઉત્તર પ્રદેશથી આવેલ અહીર જાતિ પણ મળી આવે છે જે મૂળ રૂપે દુધ ને દહીંનો વ્યવસાય કરે છે. એવું માનવામાં આવે છે કે આ જાતિ ભગવાન કૃષ્ણની સાથે ગોકુળથી અહીં આવી હતી.અહીં જોવા મળતી ખાસ કરીને આદિવાસી પ્રજાતિ વાગડિયા, ધાબડિયા અને કચ્છી નામના ત્રણ પ્રમુખ સમુહોની અંદર વિભાજીત છે. સાથે સાથે ઔદ્યોગીક રૂપે સબળ હોવાના કારણે આ રાજ્ય અન્ય રાજ્યોના નિવાસીયોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આર્થિક આવક : દેશનું સૌથી ધનવાન રાજ્ય માનવામાં આવતું આ રાજ્ય દેશના થોડાક પ્રમુખ ઉદ્યોગોનું ગઢ માનવામાં આવે છે. ઘરેલૂ ઉત્પાનની સાથે સાથે અહીં ખેતીનું પણ ખુબ જ મહત્વ છે. જેની અંદર ખાસ કરીને કપાસ, માવા, શેરડી, દૂધ, અને દૂધના ઉત્પાદકોનું ઘણું મહત્વ છે. સાથે સાથે અહીંયા સીમેંટ અને પેટ્રોલ જેવા ઔદ્યોગીક પદાર્થોનું પણ ભારે માત્રાની અંદર ઉત્પાદન થાય છે.

માનવામાં આવે તેવું છે કે આ રાજ્ય ભારતના ઔદ્યોગીક ઉત્પાદનનું વીસ ટકા એકલું જ ભાગીદાર છે. 10 ટકા ખનીજ ઉત્પાદનની સાથે સાથે દેશની અંદર કાપડ ઉદ્યોગમાં પણ આ રાજ્યની 25 ટકાની ભાગીદારી છે. આટલું જ નહી વિશ્વનું સૌથી મોટુ જહાજ બનાવાનું કારખાનું પણ ગુજરાતમાં અલંગ જીલ્લાની અંદર આવેલ છે. સાથે સાથે રિલાયંસ સમુહનું મૂળ પણ આ રાજ્યની સાથે જોડાયેલ છે. વળી અમૂલનું નામ પણ આ રાજ્યની સાથે જોડાયેલ છે જેને અહીંયાં દૂધ ઉદ્યોગને નવી દિશા આપી છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળમાં બે વરિષ્ઠ નેતા ભેટ આપેલ છે, જેમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનો સમાવેશ થાય છે.

પૌરાણિક ગુજરાત -
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રીકૃષ્ણે ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.

ઐતિહાસિક ગુજરાત -
લોથલ, તથા ધોળાવિરા જગ્યાથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દ. ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના 13મી સદી દરમિયાન થઇ હતી જે 1576 સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. 18મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.

પશ્ચિમી શાસન -
યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. 1614માં બ્રિટન એ સુરતમાં એક ફૅક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, 1668માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 18મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. પણ મોટાભાગના ગુજરાતનું અનેક નાના નાના રજવાડાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વડોદરાના મરાઠા ગાયકવાડ નો આ રજવાડાંઓમાં સમાવેશ થાય છે. આ રજવાડાંઓ જનતા પર રાજ કરતા પણ અંગ્રેજી હકુમત માનતા.

ભારતની આઝાદી પછીનું ગુજરાત -
1947માં ભારતને આઝાદી મળ્યા અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. 1956માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું હતું. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગર પર રાજધાની ખસેડવામાં આવી હતી. ઇ.સ. 2001માં ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં એક લાખથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભૂગોળ -
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.

ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક ,અને ઇશાન દીશામાં રણ જેવું. ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પહેલા નંબરનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે.

શહેરો -
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ(કર્ણાવતી), અમરેલી,વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ અને મહેસાણા નો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે.

કુદરતી વિસ્તારો -
ગુજરાતમાં ઘણાં અભયારણ્યો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનું ગીર અભયારણ્ય, ભાવનગર જીલ્લા નું વેળાવદર અભયારણ્ય, વલસાડ જીલ્લાનું વાંસદા અભયારણ્ય , અને કચ્છના અખાત સ્થીત જામનગર જીલ્લાનું સાગર અભયારણ્ય. આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બારડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહેલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો. એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જીલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

મહત્વની નદીઓ -
નર્મદા, સાબરમતી, સરસ્વતી, તાપી,મહીનદી, વાત્રક, ભાદર, શેઢી, ભોગાવો, શેતલ, શેત્રુંજી વગેરે.

પ્રશાસનિક અને રાજનીતિક ફેરફારો : 2006માં કરાયેલ એક સર્વેક્ષણથી પ્રાપ્ત થયેલ આંકડાઓના અનુસાર આ રાજ્યની અંદર 25 પ્રશાસનિક જીલ્લાઓ છે. આ રાજ્યનું પ્રશાસન 182 સભ્યોવાળી વિધાનસભાના હાથમાં છે જેની અંદર 13 સીટો અનુસૂચિત જાતિઓ અને 26 સીટો અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત છે. હાલમાં આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જે આ રાજ્યના અત્યાર સુધીના સૌથી લાંબો સમય સુધી રાજ કરનાર મુખ્યમંત્રી રહ્યાં છે. નરેન્દ્ર મોદી - મુખ્યમંત્રી, શંકર સિંહ વાઘેલા - પૂર્વ મુખ્યમંત્રી, કેશુભાઈ પટેલ - પૂર્વ મુખ્યમંત્રી..

ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. 1947માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કૉંગ્રેસ ની સત્તા રહી હતી. 1960માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કૉંગ્રેસની સત્તા કાયમ રહી. પણ 70ના દાયકાના પાછલા ભાગમાં કટોકટી દરમિયાન કૉંગ્રેસની લોકમતમાં પડતી થી અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કૉંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું. 1995ની ચુંટણી માં કૉંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા. શંકરસિંહ વાઘેલા ના બંડને કારણે આ સરકાર ફક્ત 2 વર્ષ ચાલી. 1998ની ચુંટણીમાં તે ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી ભાજપ મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઇએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીના હાથમાં આવ્યો. નરેન્દ્ર મોદી હિંદુત્વ ના સમર્થક નેતા છે. 2002માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નિકળ્યા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું હતું પણ ડીસેમ્બર 2002માં થયેલી ચુંટણીમાં ફરીથી તેમની નીમણુંક થઇ અને ત્યારથી તે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બેઠેલા છે. 2004માં થયેલ લોકસભાની ચુંટણીમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદી ની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાના પર જવાબદારી ઢોળવામાં આવી છે. 2004 લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો 21થી ઘટીને 14 થઇ હતી, જ્યારે કૉંગ્રેસ એ 5ને બદલે 12 બેઠકો મેળવી હતી.

અર્થતંત્ર -
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજયમાંનુ એક છે, તથા તેની માથાદીઠ જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરત એ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમી ના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણનું ભંગારખાનું આવેલું છે. આણંદ શહેરમાં આવેલી અમૂલ ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.

શૈક્ષિણક સંસ્થાનો -
અમદાવાદમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ પોતાના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન 1000 કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના 170 જેટલા ગુરુકુલોનુ પણ શૈક્ષિણક ક્ષેત્રે ખુબ મોટુ યોગદાન છે.

જન જીવન -
અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિન્દૂ ધર્મ પાળે છે અને અન્ય ધર્મો જેવાકે મુસ્લીમ, જૈન, પારસી, અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔધ્યોગીકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો- જેવા કે ઉત્તરભારત ( મુખ્યત્વે બિહાર) અને દક્ષિણભારતમાંથી પુષ્કળ લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે.

ગુજરાતના જોવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો / યાત્રાધામો, પર્યટનો -
સોમનાથ, કનકાઈ,સાસણ-ગીર, પાલીતાણા, પ્રભાસ-પાટણ, પાટણ, ડાકોર, પાવાગઢ, દ્વારકા, અંબાજી, બહુચરાજી, જુનાગઢ, સારંગપુર, વડતાલ, નારેશ્વર, કબીર વડ, ખેડબ્રહ્મા, ઊત્કંઠેશ્વર, સતાધાર, વીરપુર, તુલસીશ્યામ, સપ્તેસ્વર, અક્ષર ધામ, દૂધરેજ, લોયાધામ, વડનગર, દીવ, જુનાગઢ, પાલીતાણા, બાલાસિનૉર, મહેસાણા, ડાંગ, વેળાવદર, લોથલ...