શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

જૂનાગઢ જિલ્લામાં ભાજપનો આંતરિક જંગ

ભાજપના માજી મુખ્યપ્રધાન કેશુભાઇ જ મોદીની સામે પડ્યાં

NDN.D

જુનાગઢ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2002માં જૂનાગઢ જિલ્લામાંથી બહુમતીથી જીત મેળવનાર ભાજપને આ વખતે કપરા ચઢાણ ચડવા પડશે કારણ કે નારાજ જુથના વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ મોદીના આડે પડ્યા છે.

અહીં પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2002ની ચૂંટણીમાં 10માંથી 6 બેઠકો કબ્જે કરનાર ભાજપ માટે આ વખતે કેશુભાઈનો પ્રચારમાં ભાગ લેવાનો ઈન્કાર અને પક્ષના બળવાખોરો ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાની ઘણી બેઠકો ઉપર ભાજપમાંથી છૂટા થયેલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના સાંસદ મહેન્દ્ર મશરૂએ ગત ચૂંટણીમાં કોગ્રેસના પ્રતિસ્પર્ધીને 21,000 મતોથી હાર આપી હતી પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસ ઉપરાંત તેમના જ પક્ષના બળવાખોર ઉમેદવાર માર્કડભાઈ ભટ્ટ સામે લડવાનું છે.

તો સામે જ્યાંથી મોહમ્મદ ઘોરીએ 16 વખત લૂટીયું હતું તે અને લાલકૃષ્ણ અડવાણીએ વર્ષ 1990માં પોતાની અયોધ્યા યાત્રા શરૂ કરી હતી તે સોમનાથની બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રાજસીભાઈ જોત્વાને કોંગ્રેસ અને પક્ષાના બળવાખોર ચીનુભાઈ ગોહિલના હુમલાનો સામનો કરવાનો છે.
PTIPTI

જ્યારે કેશુભાઈની બેઠક વિસાવદરમાં ભાજપના કનુભાઈ ભાલરા મતદારોને એ સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે, પક્ષના આંતરિક નિર્ણયોમાં કેશુભાઈની વાતનું વજન પહેલા જેટલું જ હોય છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ સ્થિતિ શાંતિથી શ્વાસ લઈને બેસી શકે તેવી નથી. તેના ઓછામાં ઓછા ત્રણ સભ્યો તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે.

આ જિલ્લાના લગભગ 2,023 જેટલા મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હોવાથી લગભગ 8,000 જેટલા પોલિસકર્મીઓને જુનાગઢ તૈતાન કરવામાં આવશે તેવી માહિતી જિલ્લાના પોલીસકર્મીઓ પાસેથી મળી હતી.