બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

નડિયાદ બેઠક : ભાજપ-કોંગ્રેસનું ભાવી ઘડાશે

- ધર્મેન્દ્ર વ્યાસ

નડીયાદ: 1.81 લાખ મતદારો, એક શહેર અને દશ ગામડા
મતદાતાઓ જાતિ મુજબ - પટેલ મતદાર 2874, ક્ષત્રિય 25430, મુસ્લિમ 24840 અને વાણિયા બ્રાહ્મણ 16487

PTI
બાજી ગોઠવવા અને બદલવા સક્ષમ નડિયાદ વિધાનસભા 10 ગામ અને એક શહેરમાં સમાયેલી છે. જેમાં 197 બુથો છે. 1,81,300 મતદારો ધરાવતી આ બેઠક પર શહેરના મતો સૌથી વધુ 1,59,000 છે. એટલે ગામડાંના મતો શહેરને અસર કરી શકતા નથી. બેઠક પર સૌથી વધુ મત પટેલોના 28740 મુસ્લિમ 24840, વાણિયા બ્રાહ્મણ 16487, અનુસૂચિત જાતિના 14,215 અનુ. જનજાતિના 4512 મત અને અન્ય જેમાં બારોટ, ખ્રિસ્તી મારવાડી જેવી કોમોના 67076 મત છે.

નડીઆદ બેઠક 1998 થી ભાજપના કબજામાં છે તેને દાયકો પુરો થવામાં છે. ગોધરામાં ભાજપનાં પંકજ દેસાઈએ દિનશા પટેલને 2364 મતે હરાવ્યા હતા તે વખતે 66 ટકા મતદાન થયું હતું ત્યારબાદ 2004માં યોજાયેલી લોકસભામાં દિનશા પટેલે જબરદસ્ત પરફોર્મન્સ નડીયાદ સહિત તમામ સાત વિધાનસભામાં લીડ મારી હતી અને ગુમાવેલી મત બેન્ક પાછી મેળવી લીધી હતી. લોકસભામાં નડીયાદે કોંગ્રેસનાં લીડ વધારે હોય ત્યારે ભાજપના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ 450-50 ટકા ઉપર છે. પંકજભાઈ બે વખત જીતેલા અને ચાલુ ધારાસભ્ય હોઈ તેમનું પલડું અત્યારે થોડુ વધારે વજનદાર છે. ચદનશા પટેલ મુખ્મંત્રી સામેની બેઠક પર લડી રહ્યા હોઈ અહીંયા સુરેન્દ્રભાઈ દેસાઈને તેને મહત્તમ લાભ નહીં મળે જે તેમને માઇનસ પોઇન્ટ રહેશે.

PTI
નડીયાદમાં ચૂંટણી ટાણે છેલ્લી ઘડીએ પાછળા બારણેથી ટેકેદારો હટી જતાં હોય તેવું ઘણી વખત બન્યું છે. ખુદ દિશા પટેલને પણ ગત વખતે તેનો અનુભવ થયો હતો. એટલે નડીયાદના ચૂંટણી ચિત્રસંદર્ભે આજે કંઇપણ કહેવું વહેલું ગણાય તકો બન્ને માટે સરખી છે. છેલ્લા પાંચ દિવસ મતલબ તા. 11 મી પછી નડીયાદનું ચિત્ર કલીયર થઈ જશે. કોણ કોના પક્ષે છે એ એકદમ સાફ થઈ જશે. એટલે આપોઆપ ચિત્ર ઉપસી આવશે. બન્ને ઉમેદવારના કાર્યાલયો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસે પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જેનો ધ્યેય છે દરેકને એક વખત મળવું અને પછી સીધી બેઠકો અને સભાઓ કરવી.

સામે પક્ષે ભાજપની મોટી સભા તો. 2જીએ રાત્રે થશે. જેમાં દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ હાજર રહી સભા સંબોધશે અને એ સાથે જ શહેરમાં ભાજપનો પ્રચાર શરૂ થઈ જશે. 2002માં શહેરના પશ્ચિમ વિસ્તારે ભાજપને 88 ટકા મત આપી આખું ચિત્ર બદલી નાખ્યુ હતું આ વખતે આ વિસ્તાર શું કહે છે તેની ઉપર પણ ઘણો બધો આધાર રહેલો છે.