બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

નરેન્દ્ર મોદી ફરીથી સત્તારૂઢ બનશે

ચેનલો એકઝીટ પોલ મોદી તરફેણમાં આપે છે

W.DW.D

નવી દિલ્હી (વેબદુનિયા) ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને 2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ રાજ્યની સત્તા આ વખતે પણ તેનાથી દુર જતી જ જોવા મળી રહી છે.

સ્ટાર ન્યુઝ-નીલસન સર્વેના જણાવ્યાં મુજબ બીજા તબક્કાની 95 સીટોમાંથી ભાજપને 55 સીટો મળી શકે તેમ છે જો કે પાછલી વખતની તુલનામાં 18 ઓછી છે. બીજી બાજુ કોંગ્રેસને 18 સીટોના ફાયદાની સાથે જીત મળી શકે તેમ છે.

સર્વેક્ષણ અનુસાર ભાજપને 182 સીટોમાંથી 103 સીટો મળી શકે તેમ છે જો કે સ્પષ્ટ બહુમત માટે ઘણું છે. હા જો કે તેને પાછલી વખતની તુલનામાં 24 સીટોનું નુકશાન ભોગવવું પડે તેમ છે. ત્યાં જ તે ચુંટણીમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે પરંતુ બહુમતીના આંકડાઓથી તે ઘણુ દુર છે. કોંગ્રેસને 76 સીટો મળવાની સંભાવના છે જે પાછલી વખતની તુલના કરતાં 25 ટકા વધારે છે.

એનડીટીવી-જીએફકે મોડ સર્વે અનુસાર ભાજપને બીજા તબક્કામાં 55 થી 65 સીટો મળી શકે તેમ છે જ્યારે કે કોંગ્રેસના ખોળામાં 70 થી 95 સીટો આવી શકે તેમ છે. અન્યને 1 થી 3 સીટો મળવાની સંભવાના છે.

નવ હજાર કરોડનો સટ્ટો : ચુંટણીના પરિણામ પર સટોડિયાઓએ નવ હજાર કરોડ દાવ પર લગાડ્યાં છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર પરિણામ આવતાં સુધીમાં આ આંકડો 20 હજાર કરોડ થઈ જશે.