શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

પાટણમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર

આનંદી પટેલની સામે કાંતિલાલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

પાટણ (ભાષા) ગુજરાત વિધાન સભાની ચૂંટણી - 2007 માટે પાટણની બેઠક ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. તેમાં ખાસ કરીને ભાજપ માટે તો આ બેઠક ઉપર કબ્જો મેળવવો એટલા માટે અનિવાર્ય થઈ ગયો છે કારણ કે, હાલની સરકારના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી મોદીના ખાસ કહેવાતા આનંદીબેન પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જયારે સામે કોંગ્રેસે આ બેઠક જીતવા માટે ચોટી બાંધીને જોર લગાવી દીધું છે.
PRP.R

પ્રાપ્ત માહિતી મુજબ આનંદી પટેલ જિલ્લાની વીજળી, પાણી અને રસ્તાઓની સમસ્યાઓ દૂર કરી હોવાના મુદ્દે લોકો પાસે મત માંગી રહ્યા છે. કોંગ્રેસ તરફથી આ બેઠક ઉપર જિલ્લાના મ્યુનિસિપલ ચેરમેન કાંતિલાલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બાબુભાઈ દેસાઈના જણાવ્યા મુજબ મોદીની પકડ સમગ્ર ગુજરાત ઉપર છે, પરતું પાટણમાં ભાજપ હારશે અને આ હાર ભાજપની પ્રતિષ્ઠામાં કાળી લીટી સમાન બની રહેશે.

કોંગ્રેસે જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધી, શંકર સિંહ વાઘેલા સહિતના નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી લીધી છે, તો સામે પક્ષે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી પહેલી સભા સંબોધવાના છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ રેલીને સંબોધિત કરવાના છે.