શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

ફરી હિન્દુકાર્ડ અપનાવતા મોદી

મોદીએ ગોધરામાં ઉઠાવ્યો લાગણીભીનો મુદ્દો

P.R
અમદાવાદ (વેબદુનિયા) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરામાં તેમની જાહેર સભામાં મારે લાગણીભીનો મુદો ઉઠાવતાં, કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો કે તે ગુજરાતમાં હિન્દુઓને ત્રાસવાદીઓ ગણાવે છે. ત્રાસવાદ પ્રતિ નરમ વલણ અપનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાધીની ઉગ્ર ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પણ ત્રાસવાદીનું અસ્તિત્વ નથી.

મોદીએ જણાવ્યું હતું કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે રાજ્યમાં કેટલાક હિન્દુ ત્રાસવાદીઓ છે. મોદીએ સભાજનોને પૂછ્યુ હતું કે શું તમે હિન્દુ છો? સભાજનોએ કહ્યું હતું કે, હા મોદીએ ફરી પુછ્યું હતું કે શું તમે સૌ ત્રાસવાદીઓ છો? સભાજનોએ ઉત્તર આપ્યો હતો કે નહીં. મોદીએ જણાવ્યું હતું કે આમપણ કોંગ્રેસ તમને સૌને ત્રાસવાદીઓ ગણે છે. હવે આ પક્ષનું અસ્તિત્વ રાજ્યમાંથી ભૂસી નાંખવું કે નહીં, તે વિષે તમારે સૌએ નક્કી કરવાનું છે.

2002ના કોમી રમખાણોના ઉદભવ સ્થળે મોદીએ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ, સંસદ પર હુમલો કરનાર મોહમ્મદ અફ્ઝલને આશ્રય આપે છે. મોદીએ, ભગવા રંગમાં રંગાયેલા પોતાના "રથ'માં પંચમહાલ અને દાહોદ જિલ્લાની પવનવેગી મુલાકાત લઈને હવે આ ઉશ્કેરણીજનક મુદ્દો ઉઠાવતા પ્રવચનો કર્યો હતા.

ભાજપના ઉમેદવારના વાહન પર રાષ્ટ્રીય નેતાઓના પ્રવચનો ગોઠવ્યા હતા. તે પછી 2 ડીસેમ્બર રવીવારે 90 મતક્ષેત્રોમાં પણ મોટાપાયે આ રીતે પ્રચાર કર્યો હતો. આ પ્રચારને "કાર્પેટ બોમ્બિંગ' તરીકે ઓળખાવ્યો હતો.
P.R
આ સામે વિરોધ દર્શાવવા પક્ષના એક વરિષ્ઠ હોંદ્દેદારે જણાવ્યું હતું કે આ શબ્દ પ્રયોગ કરનારને આ શબ્દના અર્થની જાણ નથી. 1960-70ના દાયકાઓમાં વિયેટનામ, કમ્બોડીયામાં અમેરિકાએ આવા બોમ્બમારાથી હજારો માનવીઓના મૃત્યુ નીપજાવ્યા હતા. આ શબ્દ પ્રયોગો અરૂણ જેટલી અને વૈંકેયા નાયડું જેવા પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ યોજ્યા છે.

સંઘ પરિવાર અને ખાસ કરીને આર. એસ. એસ. ના ટોચના માંધાતા - નિષ્ણાંતો ગુજરાત ચુંટણી જંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ત્યાંથી મળતા અહેવાલો પ્રમાણે ડઝન મતક્ષેત્રોમાં મોદીને તેની ઈચ્છા વિરુદ્ધ ભાજપના ઉમેદવારો પસંદ કરવા પડ્યા હતા. આ મતક્ષેત્રોમાં મોદી તરફી કાર્યકરો, આ ઉમેદવારો માટે કેટલો પ્રચાર કરવો તે વિષે મોદીના સંકેતની રાહ જુએ છે. હાલની સ્થિતિ પ્રમાણે પક્ષે તેમને તેમની રીતે લડવાનું જણાવી દીધું છે.

નરેન્દ્ર મોદીની નિકટના થોડા બીકેએસ આગેવાનો પૈકીના ભારતીય કીસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી જીવણભાઈ પટેલે માણસામાં ધારાસભાના અધ્યક્ષ મંગળદાસ પટેલ સામે એક અપક્ષ ઉમેદવારને ટેકો આપવા પોતાના સંગઠનના કાર્યકરોને જણાવવાનું બહાર આવ્યું છે. મંગળદાસે પોતાના પ્રતિ ભેદભાવ સામે ભાજપ પ્રમુખ રાજનાથસિંહને ફરિયાદ કરી છે.

ભાજપ પોતાની ચૂંટણી ચેનલ "વંદે ગુજરાત' માટે ભાજપનો લોગો મેળવવામાં ચૂંટણી પંચ સમક્ષ નિષ્ફળ ભાજપે વ્યાપારી ધોરણે કેબલ ઓપરેટર્સ દ્વારા ચલાવતી આ ચેનલને નવો ઓપ આપવાની કસરત હાથ ધરી છે. તેમાં ગુજરાતનો નકશો, સિંહ અને તે પછી મોદીને દર્શાવાયા છે. જાણકારો કહે છે કે આમા સિંહએ ગિર વનનો નહીંપણ આફ્રિકાનો છે. આથી ભાજપની ચેનલ પર આપણે ગુજરાતનું ગૌરવ નહીં પણ આફ્રિકાનું ગૌરવ નિહાળી રહ્યા છીએ..