શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:20 IST)

ભાજપને મત નહી આપવા - મુસ્લીમ સંગઠન

જમાત-ઉલેમા-એ-ઈસ્લામી સંગઠન મોદીનો વિરોધ કરે છે

જયપુર (એજંસી) જમાત-ઉલેમા-એ-ઈસ્લામીએ પણ વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો માટે નરેન્દ્ર મોદી સરકારને જ દોષિત જાહેર કરીને રાજ્યના મુસ્લીમોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત ન આપવાની હાકલ કરી હતી.

તાજેતરમાં જ આજ તક અને તહેલકાએ ઓપરેશન કલંક કરીને ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ટાણે આ મુદ્દો સજીવન કર્યો હતો. આ બાજુ ગઇકાલ મંગળવારે જમાત-ઉલેમા-એ-ઈસ્લામીના મહામંત્રી અને સાંસદ મૌલાના મહેમુદ મદાનીએ જણાવ્યું હતું કે ગોધરા પ્રકરણ બાદ શું બન્યું છે તે રાજ્યની જનતા અને તમામ લોકો સારી રીતે જાણે છે. કોઈ પણ વ્યક્તિ એવી અપેક્ષા રાખી શકે નહીં કે મુસ્લીમો ભાજપને મત આપશે.

ઓપરેશન કલંક અંગે મદાનીએ જણાવ્યું હતું કે મારું એવું માનવું છે કે મોદી સરકારે સુઆયોજીત રીતે મુસ્લીમોનો સામુહિક સંહાર કર્યો છે.