બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

મોદીએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે-વાધેલા

એસ્સાર-અદાણીને થોકબંધ લાભો આપવાના આરોપ

P.R
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનીતા ઉદ્યોગપતિ એસ્સાર અને અદાણીને થોકબંધ લાભો આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવી ખોખલી બડાશો મારતા કેન્દ્ર મોદીએ પોતાના માનીતા અદાણી ગ્રુપને મુંદ્રામાં એક ચો.મી.ના રૂ.11 ના ભાવે નજીવી કિંમત લગભગ 2.40 કરોડ ચો.મી. જમીન મુંદ્રા સેઝ માટે ફાળવી આપી છે. આમ રૂ. 3000 કરોડની જમીન માત્ર રૂ. 30 કરોડમાં આપી દીધી હતી. જ્યારે એસ્સાર જૂથને પણ પાવર પરચેઝમાં કરોડોનો લાભ કરાવ્યો છે તેમ કેન્દ્રીય કાપડ પ્રધાન મંત્રી શંકરિસંહ વાઘેલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એસ્સાર પાવર લિમિટેડ કંપનીને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (વીજળી ખરીદી કરાર)નું સરેઆમ ઉલ્લંઘન કરી ગુજરાત વિદ્યુત બોર્ડના હિસ્સાની 300 મેગાવોટી વીજળી એસ્સાર સ્ટીલ લિમિટેડની જરૂરિયાત સંતોષવા માટે વાપરી નાંખતા જીઈબીએ કાઢેલી આશરે રૂ. 1100 કરોડની જંગી ઉઘરાણી અંગે કરેલી રિકવરીની કાર્યવાહી ગેરકાયદે રીતે અટકાવી દેવામાં આવી હતી. આ વીજળીનું બિલ એસ્સાર કંપની અને જીઈબી વચ્ચેના કરાર પ્રમાણે જ હતું પરંતુ એસ્સાર કંપની છેલ્લા પાંચ વર્ષથી મુખ્યપ્રધાનના નાચવા અને ગાવાના બધા કાર્યક્રમમાં મોટાપાયે પૈસા આપતી હોઈ, મુખ્યપ્રધાનના ઈશારે એસ્સાર સામેથી કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી

P.R
વાઘેલાએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હું ખાતો નથી ખાવા દેતો નથી એવી બડાશો મારે છે પણ હક્કીત એ છે કે, પોતાના માનીતા અદાણી ગૃપને મુંદ્રામાં એક ચો.મી.ના રૂ. 11 જેવી નજીવી કિંમતના હિસાબે લગભગ 2.40 કરોડ ચો.મી. જમીન મુંદ્રા સેઝ માટે ફાળવી આપી જેની રૂ. 30 કરોડની કિંમત લેવામાં આવી છે જ્યારે અદાણીને રૂ. 11ના ભાવે આપવામાં આવેલી જમીન રૂ. 1200ના ભાવે વેચાય છે એટલે એની બજાર કિંમત રૂ. 3000 કરોડ થાય છે. આમ રૂ. 3000 કરોડની કિંમતી જમીન રૂ. 30 કરોડમાં પધરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત મુંદ્રા પોર્ટ પર હાલ મોટા પાયે ડ્રેજીગનું કામ ચાલી રહ્યું છે. સમુદ્રની અંદરની જમીન પણ રિ-ક્લીન કરવાથી અદાણીને હજારો કરોડના ફાયદો થાય તેવું ગુજરાત સરકારે નક્કી કરાવી આપ્યું છે.

વાઘેલાએ ઉમેર્યું હતું કે, મોદીના માનીતા અદાણી ગૃપને અમદાવાદ અને વડોદરા શહેરોમાં ગેસ વિતરણના અધિકારો આપ્યા છે ગેસ વિતરણના ટેન્ડરમાં બે કંપનીઓ હતી જેમાં એક કંપનીને ટેન્ડર પાછુ ખેંચી લેવાની ફરજ મુખ્યપ્રધાને પાડી હતી અને અદાણીને મંજૂરી આપી હતી. ખરેખર ખુલ્લી પ્રતિસ્પર્ધા કરવામાં આવી હોત તો સરકારને કરોડો રૂપિયાની આવક થાત. આમ માનીતા ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવાના આશયથી મુખ્ય પ્રધાને ગુજરાત સરકારની તિજોરીને ¬રૂ. 200 કરોડનું નુકસાન કર્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકારની તિજોરીને દર વર્ષે લગભગ 100 કરોડની નુકસાની કરાવનારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક કિસ્સો પણ અદાણી પોર્ટનો છે જેમાં પાર્ટની મંજૂરી વખતે સોલીડ કાર્ગો અને કન્ટેઈનર કાર્ગોની મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળ્યા બાદ પણ મોદીના દબાણ હેઠળ પોર્ટ લીમીટ વધારવા અને ઓઈલ જેટી બનાવવાની પરવાનગીઓ અદાણી પોર્ટને આપવામાં આવી હતી. મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરોમાં નવી જેટીઓ બનાવી કરોડોની આવક મેળવી શકવાની ક્ષમતા હોવા છતાં મોદીના અદાણી પરના પ્રેમને કારણે ગુજરાત સરકારને દર વર્ષ રૂ. 100 કરોડનું નુકશાન સહેવુ પડે છે. ગુજરાત અદાણી પોર્ટ લી. મારફતે એક વિદેશી કંપની (પી એન્ડ ઓ)ના શેર વેચી દેવામાં આવ્યા હતા. આ વેચાણથી અદાણી ગૃપને રૂ. 411 કરોડના ફાયદો થયો હતો તે પૈકી કમસે કમ 300 કરોડ ગુજરાત સરકારને મળવાપાત્ર હતા પરંતુ ફાયદો તો અદાણીને થયો હતો.