ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

મોદીના પડછાયામાં ઢંકાયા ભાજપના નેતાઓ

P.R
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના પ્રચારમાં વાજપેયી-અડવાણી અને રાજનાથસિંઘ જેવા રાષ્ટ્રીય નેતા ભાગ્યે જ નજરે પડે છે અને "મોદી' સૌથી ગરમાગરમ આઈટમ છે.

ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે પ્રિયંકાએ વધુ પ્રવાસ કર્યા નથી. સોનીયા એક સૌરાષ્ટ્રમાં અને એક કચ્છમાં એમ બે સભા સંબોધી ગયા તે સામે મોદીએ સૌરાષ્ટ્રની ભાજપ માટે મુશ્કેલ ગણાતી બેઠકો પર ભાર મૂકીને પ્રચાર કર્યા છે અને હજુ સોમવારે સાંજ સુધીમાં ઘણા સ્થળો પર પહોચવાનો ઈરાદો ધરાવે છે.

ભૂજમાં પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનાર એક યુવા મતદાર છબીલભાઈ શાહે કહ્યું કે યુવા વયે જ મોદીએ સન્યાસ લઈ લીધો હતો અને ઘરે ઘરે ફરીને ભિક્ષા માગી અને તેથી સામાન્ય માણસ વિશે તે વિચારી શકે છે. જો કે બધાને માટે મોદી નંબર - વન નથી ખાસ કરીને વિહિપ - સંઘના તેના સાથીઓ ભાજપ પ્રચારમાં સક્રિય નથી. જો કે મોદીને સ્વામીનારાયણ સંતો અને આશારામ-ોરારીબાપુ જેવા પ્રભાવ પાડી શકતા સંતોનો સાથ છે.

કદાચ એવું પ્રથમ વખત બની ગયું છે કે ભાજપમાં સામુહિક નેતૃત્વના સ્થાને એક જ વ્યક્તિ છે કે જેની લોકપ્રિયતા આટલી ઉંચે ગઈ છે. ભાજપના કોઈ નેતા - મુખ્યમંત્રી લોકપ્રિયતામાં મોદીની નજીક નથી. આ 1971માં જે ઈન્દીરા કરીશ્મા હતો તેવી સ્થિતિ છે.