મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

મોદીની સંપર્ક રથયાત્રા મેઘરજથી શરૂ

લોકશાહીના મંદિરમાં "કમળ'ની પૂજા કરો પ્રગતિનો પ્રસાદ હું આપીશ

PRP.R

અમદાવાદ(વેબદુનિયા) મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના રથમાં સંપર્કયાત્રાનું ચૂંટણી પ્રચાર અભિયાન વેગીલું બનાવતા જનતાને આહવાન આપ્યું હતું કે કોંગ્રેસના 45 વર્ષની તુલના ભાજપાના પાંચ વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના જે કામો થયા છે તેને ધ્યાનમાં રાખીને આવતીકલના સમૃદ્ધ અને સલામત ગુજરાત માટે તેમના નેતૃત્વના ફરીથી વિશ્વાસ મૂકજો. "લોકશાહીના મંદિરમાં આપ વુધમાં વદુ કમળની પૂજા કરજો હું પ્રગતિનો પ્રસાદ વહેચીશ' એમ ઠેર ઠેર ઉમેટલા માનવ મહેરામણના ઉત્સાહ અને ભાજપાને મળી રહેલા જનસમર્થનથી ભાવવિભોર બનેલા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

સાબરકાંઠામાં પૂર્વ પ્રદેશ મેઘરજથી તેમણે "જીતેગા ગુજરાત'ના જયઘોષ સાથેની સંપર્ક રથયાત્રા આજે શરૂ કરી હતી અને મેઘરજ, મોડાસા, ધનુસરા, કપડવંજ, બાયડ, કઠલાલ, મહુધાની સભાઓમાં ઉમટેલી જનતાનું અભિવાદન કર્યું હતું.

આ સમગ્ર સંપર્કયાત્રાની વિશિષ્ટતા એ હતી કે મુખ્યપ્રધાને જનતા સાથે વિકાસલક્ષી પ્રશ્નોતરી કરીને સીધો સંવાદ સ્થાપ્યો હતો. ઉપસ્થિત નાગરિકોએ પણ તેમના પ્રશ્નોનો સાનુકુળ પ્રતિસાદ આપીને ભાજપનાને સમર્થન સાથે મુખ્યપ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતને મોતના સોદાગરની ગાળ દેનારી સોનિયાજી આખી સરકાર મોતના સોદાગરને છાવરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
PRP.R

મુખ્યપ્રધાન કોંગ્રેસ જુઠ્ઠાણાની કેવી ભરમાર ચલાવે છે તેનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસીઓ એક બાજુ રાજ્યમાં વિકાસ થયો જ નથી એવું જુઠ્ઠાણું ફેલાવે છે, બીજી બાજુ સોનિયા ગાંધી યુપીએ સરકારના નાણાં મળવાથી ગુજરાતનો વિકાસ થયો છે એમ જણાવે છે. જુઠ્ઠાણા ફેલવાતી કોંગ્રેસના રાજના 45 વર્ષના ઈતિહાસનું ગુજરાત કેવું હતું અને આજનું વિકાસની ઉંચાઈ સર કરતું ગુજરાત કેવું છે તેવી સરખામણી કરશો. કોંગ્રેસને વોટ આપવો એટલે ગુજરાતના વિકાસની પીછેહઠ જ થશે. કોંગ્રેસને મત આપીને મત આપીને કિંમતી મતને બરબાદ કરવાની જરૂર નથી. એમ તેમણે માર્મિકપણે જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ એમ પણ જણાવ્યું કે પાંચ વર્ષ સમક્ષ તેમણે ત્રણ સંકલ્પ જાહેર કરેલાં જેમાં બદઈદારાથી કોઈ ખોટું કામ નહીં થાય, બધી જ શક્તિ ગુજરાતના વિકાસ માટે ખર્ચીશ અને ગાંધીનગરમાં બેસીને જનતાને નીચાજોણું થાય તેવું કોઈ કામ નહીં કરું એમ જણાવ્યું હતું. પાંચ વર્ષ પછી આજે આ સંકલ્પનું પાલન કરીને હું આપની સમક્ષ આવ્યો છું.

મેં બદઈરાદાથી ખોટું કર્યું નથી. રાત દિવસ ગુજરાત માટે કાર્યરત રહ્યો છું અને ડંકાની ચોટ ઉપર દરેક ગુજરાતી માથું ઉચું કરીને રહી શકે તેવા ગુજરાતનું સ્વાભિમાન જાળવ્યું છે. હવે કોઈ આલિયા, માલિયો, જમાલિયો ગુજરાતની ટપલીદાવ કરી શકે તેમ નથી.