શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|
Last Modified: સુરત , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:02 IST)

મોદીનો સોનીયા પર પલટવાર

સુરત (ભાષા) ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેઅના અધ્યક્ષ સોનીયા ગાંધી પર પલટવાર કરતાં એવું કહ્યું હતું કે આ તે જ જુની પાર્ટી છે જેની મોતના સૌદાગરો સાથે સાંઠગાંઠ છે.

તેમણે એક ચુનૌતિ રેલીમાં કહ્યું હતું કે સંસદ ભવન પર હુમલાના મુખ્ય ષડયંત્રકારી અફઝલ ગુરૂને હાઈ કોર્ટે મૃત્યુંની સજા સંભળાવી છે પરંતુ સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીએ પાછલા દોઢ વર્ષથી તેને ફાંસીની સજા નથી આપી.

આ પહેલાં સોનીયા ગાંધીએ નવસારીમાં શનિવારે એક જનસભાની અંદર મોદી સરકારને બેઈમાન અને મોતના સૌદાગર કહ્યાં હતાં.

ભાજપના નેતાએ કહ્યું કે સોનીયા ગાંધીની સરકાર અફઝલ ગુરૂ જેવા આતંકવાદીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ દર્શાવે છે કે કોણ મોતના સૌદાગરની સાથે છે. ગોડસેની ભૂમિ કહેવી તે રાજ્યની મહાન પરંપરાઓનું અપમાન કરવા બરાબર છે. આવનાર ચુંટણીમાં રાજ્યની જનતા કોંગ્રેસને પાઠ ભણાવશે.

તેમણે કહ્યું કે મારી સરકાર માફીયાઓ અને આતંકવાદીઓને ગુજરાતમાં પગ પણ રાખવા નથી દેતી જ્યારે કે દેશના 30 ટકા જીલ્લાઓ આતંકવાદ કે નક્સલવાદથી પ્રભાવિત છે.

મોદીએ કહ્યું હતું કે સોનીયાએ શબ્દકોષની અંદરથી પોતાને ગમતા અપશબ્દો પસંદ કરી અને તેનો વરસાદ મારા પર કર્યો. મે મારા સાર્વજનિક જીવનમાં સ્વચ્છ છાપ સંભાળી રાખી છે અને મીડિયા સહિત કોઈ પણ વ્યક્તિએ આજ સુધી ભ્રષ્ટાચારના મુદ્દે મારી સામે આંગળી નથી ઉઠાવી.