ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:17 IST)

મૌતનો સૌદગર બન્યો રાક્ષસ

નવી દિલ્હી (ભાષા) મૌતના સૌદાગરની ટીપ્પણીને લઈને ઉઠેલા તોફાનથી અપ્રભાવિત કોંગ્રેસ સરકારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં કહ્યું હતું કે રાક્ષસોથી સામનો કરતાં સમયે દેવોની ભાષાનો ઉપયોગ નથી થઈ શકતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું હતું કે જો તમે રાક્ષસોથી સામનો કરી રહ્યાં હોય તો તમે દેવોની ભાષાનો ઉપયોગ કરી શકો નહી. તેઓએ કહ્યું હતું કે આ ગુજરાતની અંદર રાજનીતિનું ચરિત્ર છે. આ ચરિત્ર બદલી ન શકાય. સાચી બાબત સામે આવી ગઈ છે અને આ ગુજરાતના લોકો માટે કાર્યવાહી કરવાનો સાચો સમય છે.

ગુજરાતમાં નવસારીની અંદર એક ચુંટણી સભા દરમિયાન પાર્ટીના અધ્યક્ષ સોનીયા ગાંધી દ્વારા મોદીની વિરુધ્ધ મોતના સૌદાગરની ટીપ્પણી કરાયા બાદ આ વિશે કોંગ્રેસની કલાબાજીની પૃષ્ઠભૂમિમાં ચતુર્વેદીની આ જુબાની સામે આવી હતી.

કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સોનીયાએ મોદીને મૌતનો સૌદાગર નથી કહ્યો જ્યારે કે પાર્ટીના વક્તા અભિષેક સિંઘવીએ જોર આપ્યું હતું કે પાર્ટી અધ્યક્ષે ગુજરાતના મુખ્યમંત્રીનો ઉલ્લેખ કર્યો અને પાર્ટી આ ટિપ્પણીને લઈને કોઇ પણ જાતની દિલગીર નથી.

ચતુર્વેદીએ જણાવ્યું હતું કે દરેક પાર્ટી આવી ભાષાનો ઉપયોગ કરે છે.