મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

શું દિનશા પટેલ બનશે શહેનશાહ ?

મણિનગરની બેઠક પરથી મોદીને હરાવી શકશે ?

- જનકસિંહ ઝાલા

PTIPTI

'' હુ અને મારી પાર્ટી 101 ટકા સાથે વિજયી થઈશું અને હું ગુજરાતમાંથી હમેશા હમેશા માટે નરેન્દ્ર મોદીને રવાના કરી દઈશ'' આવું કહેવુ છે એ વ્યક્તિનું જેણે ગુજરાત વિધાનસભા ચૂંટણી મેદાનમાં મોદીની તલવારના પ્રહારને જિલવા માટે પોતાની ઢાલ સામે રાખી છે. આખરે લાંબા સમયની મહેનત રંગ લાવી અને ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઈ ટક્કર આપી શકે તેવો વ્યક્તિ કોંગ્રેસને મળી જ ગયો.

70 વર્ષની ઉમર હોવા છતાં પણ તેનામાં એ જ જોમ અને જુસ્સો છે જે એક રણયૌદ્ધામાં હોવો જોઈએ. જ્યારે કપડા મંત્રી શંકરસિહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગી નેતા નરહરિ અમીને મોદી સામે પોતાના હથિયાર રાખી દીધા ત્યારે પટેલોથી પ્રભાવિત એવી મણીનગરની સીટ પર મોદીનો મુકાબલો કરવા આ શખ્સ તૈયાર થયો. સાચે જ આ વ્યક્તિ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસનો તારણહાર બનીને સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ વ્યક્તિનું પુરુ નામ છે દિનશા જેવરભાઈ પટેલ. ગુજરાતના વડોદરામાં 25 મે 1937 ના રોજ જન્મેલા અને નડિયાદમાં વસનારા આ શખ્સે 1956 માં એક યુવા કાર્યકર બનીને રાજનીતિનો માર્ગ પકડ્યો. 1972 માં તે એક સાથે દસ વખત નડિયાદ નગરપાલિકામાં કાઉન્સેલર તરીકે ચૂંટાઈ આવ્યાં.


પરંતુ અહીં તેમના પગ થંભ્યા નહી અને 1975 માં તે ગુજરાત વિધાનસભાના સભ્યના રૂપમાં નિમણૂક પામ્યાં. 1975 થી 1996 સુધી એ જ સીટ પર એમએલએ બની રહેવાનો રેકોર્ડ પણ તેમણે પોતાના નામે કર્યો છે.

1990 થી લઈને 1995 સુધી લોક નિર્માણ વિભાગ ( માર્ગ અને આવાસ)માં તેઓ એક સફળ મંત્રી પૂરવાર થયાં છે અને કદાચ એ જ કારણોસર તેમના વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલુ બજેટ દર વર્ષે વગર વિરોધે મંજૂર થાય છે.

એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં રાજનીતિમાં પ્રવેશનારા દિનશા 1996 માં ખેડા મતદાન ક્ષેત્રમાં સંસદના સભ્ય પર ચૂંટાયા અને એ પદ પર આ જ મતદાન ક્ષેત્રમાં તે વર્ષ 1998,1999 અને 2004 માં ચાર વખત ચૂંટાઈ આવ્યાં છે.

દિનશાએ કોમર્સ સ્થાયી સમિતિ, ભારે ઉદ્યોગ સ્થાયી સમિતિ, રેલવે સ્થાયી સમિતિની સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામ કર્યું છે.

દિનશા વિદેશ મંત્રાલયની સ્થાયી સમિતિ, ઈન્ફોરમેશન અને બ્રોડ કાસ્ટિંગ અને કલ્ચરલ સલાહકાર સમિતિ, ઈંડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચના સભ્ય પદ પર રહેવાની સાથો સાથ હાલ કાયરા મતદાનક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. કેન્દ્રમાં રાજ્યકક્ષાના પેટ્રોલ પ્રધાન પદ પર બિરાજમાન દિનશાનો સંસદમાં આ ચોથો કાર્યકાળ છે.

આમ પણ મોદીનો મુકાબલો કરવામાં તેમનું કોઈ નુકસાન જવાનું નથી કારણ કે, જો તેઓ ચૂંટણી જીતી જશે તો છ માસની અંદર કેન્દ્રનું પ્રધાનપદ અથવા ધારાસભ્ય પદ બનેમાંથી કોઈ એકને જાળવી રાખવાનો નિર્ણય કરી શકે છે અને જો તેમનો પરાજય થયો તો પણ તેઓ કેન્દ્રમાં તેમનું પ્રધાનપત્ર જેમ છે તેમ યથાવત રહેશે.

સરવાળે દિનશા પાસે ગુમાવવા માટે કંઈ નથી.