મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

સોનિયા પર મોદીનો રિવર્સ એટેક

ગુજરાત સરકારને મૌતના સૌદાગર કહ્યું હતું - સોનિયાજી

PRP.R

અમદાવાદ(વેબદુનિયા) કેન્દ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદીને મૌતના સૌદાગર કહેલું તેનો બદલો લેવા મોદીએ પાછળથી હુમલો કર્યો હોય તેમ તેઓએ આજે અમદાવાદના સોલા રોડ ખાતેની તેની જાહેર સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની હાલની કેન્દ્ર સરકાર મૌતના સૌદાગરોની રક્ષક છે. જ્યારે સોનિયાજીએ પંચની નોટીસના જવાબમાં જણાવ્યું કે, મેં કરેલી ટીપ્પણી ગુજરાત સરકાર સામે હતી. અને તેમાં તેઓએ કોઇનું પણ નામ લીધું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ શ્રી મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સંસદ ઉપર હુમલો કરવાના આરોપમાં જે અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી છે, તેનો કોંગ્રેસ બચાવ કરતી આવી છે. પોતાના ચૂંટણી અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી મોદીએ અમદાવાદના સોલા રોડમાં એક રેલીને સંબોધિત કરતા આ આરોપ લગાવ્યો હતો.

આ ક્ષેત્રમાં બીજા તબક્કામાં આ મહિનાની 16મી તારીખે ચૂંટણી યોજાવાની છે. સોલારોખાતમુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસના મુદ્દે ભારતીય જનતા પક્ષ સાથે લડવાની કોંગ્રેસની ક્ષમતા જ નથી. એ જ કારણ છે કે, સોનિયાએ તેમને મૌતના સૌદાગર કહ્યા છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટનીના પહેલા તબક્કાનું મતદાન ચાલું છે ત્યારે સોનિયા ગાંધીએ મોદી ઉપર કરેલી ટીપ્પણી સંદર્ભે ચૂંટણી પંચે આપેલી નોટિસનો આજે કોંગ્રેસે જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ મૌતના સૌદાગર શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે સંદર્ભે ચૂંટણી પંચે તેમને નોટિસ આપી હતી. મોદીએ બે દિવસ પહેલા પંચમહાલ જિલ્લાના સંતરામપુરમાં જાહેરસભાને સંબોધી હતી. જયાં તેમણે સોનિયાગાંધીને સીધા નિશાન બનાવી ભાજપાએ પાંચ વર્ષમાં કરેલા કાર્યોને ગણાવીને વિકાસના મુદે વોટ માગ્યા હતા જયારે સૌરાબુદ્દીનના મુદ્દે ચૂપ રહ્યા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ લીમડી અને દેવગઢ બારિયામાં રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર આરંભ્યો હતો. ઝાલોદમાં ત્રણ કોંગી કાર્યકરો તથા લીમડીમાં એક કોંગી કાર્યકર ભાજપમાં જૉડાયા હતા.