કોંગ્રેસની કુલ 82 ઉમેદવારોની પ્રથમ યાદી

કોંગ્રેસે ભાજપના 6 બળવાખોર નેતાઓ સમાવેશ કર્યો

PRP.R

અમદાવાદ (એજંસી) કોંગ્રેસે મંગળવારે મોડી રાત્રે 62 ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ બુધવારે વધુ 20ની પસંદગી કરી કુલ 82 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભાજપના 6 નારાજ જુથના બળવાખોર નેતાઓ જેવાક, નરેન્દ્ર જાડેજા, ધીરુ ગજેરા, ગોપાલ ધુઆ, બાવકુ ઉંધાડ, બેચર ભાદાણી અને બાલુ તંતીને ટિકીટ ફાળવી છે. જેમાં ગોંડલ, ઉપલેટા, મહુવા અને ઉમરગામની બેઠક એનસીપીને અને ભાવનગર(ઉત્તર)ની બેઠક સીપીએમને ફાળવી છે.

કોંગ્રેસે પ્રથમ તબક્કાની 87 બેઠક પૈકી મંગળવારે મધરાતે 62 ઉમેદવારો જાહેર કર્યા બાદ બુધવારે બપોરે વધુ 20 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાં ભાજપના નારાજ જૂથના અમરેલી જિલ્લાના ત્રણ, કરછના બે અને સુરત(ઉત્તર)ના એક એમ છ ઉમેદવારોનો સમાવેશ થાય છે. દરમિયાન ભાજપના આઠ બળવાખોર સભ્યોએ કોંગ્રેસ કાર્યાલય જઈને સત્તાવાર રીતે સભ્યપદ સ્વીકાર્યું હતું.

કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ભાજપના નારાજ જૂથના નરેન્દ્રસિંહ જાડેજા અને ગોપાલ ધુઆને અબડાસા અને મુંદ્રા બેઠક માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અન્ય ધારાસભ્યોમાં અમરેલી જિલ્લાની ધારી બેઠકના બાલુ તંતી, બાબરાના બાવકુ ઉંધાડ, લાઠીના બેચર ભાદાણી અને સુરત(ઉત્તર)ના ધીરુ ગજેરાનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો ભૂજના શિવજી આહિર, ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા ચોટિલાના પોપટ જીંજરિયા અને પારડીના કોંગી ધારાસભ્ય લક્ષ્મણ પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં ભાજપના બળવાખોર જૂથ સહિત કુલ 28 સીટિંગ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.

વાગરાની બેઠક પરથી રશીદાબહેન પટેલના સ્થાને તેમના પતિ અને પૂર્વ ધારાસભ્ય ઈકબાલ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના મહિલા ઉમેદવારોને ઘ્યાનમાં રાખીને સાત મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં માંગરોળમાં ડો. ચંદ્રિકાબહેન ચુડાસમા, રાજકોટ-૨માં કાશ્મીરા નથવાણી, રાજકોટ(ગ્રામ્ય)માં કાંતાબહેન ડાભી, જૂનાગઢમાં શહેનાઝ બાબી, ઓલપાડમાં કમળાબહેન પટેલ, ગણદેવીમાં જયોતિબહેન દેસાઈ, ચીખલીના ભારતીબહેન પટેલ, જો કે, કોંગ્રેસની આ બીજી યાદીમાં સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિનો હાથ ઉપર રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વેબ દુનિયા|
સમિતિએ સૂચવેલાં ઉમેદવારોમાં ભાવનગરની પાલિતાણના ઉમેદવાર લાભુભાઈ કાંત્રોડિયા સમિતિના અઘ્યક્ષ ગોરધન ઝડફિયાના સાળા છે. એવી જ રીતે ચોર્યાસીની બેઠકના ઉમેદવાર જનક ધાનાણી અને ભાવનગર જિલ્લાના શિહોરના ઉમેદવાર બાબુભાઈ માંગુકિયા સમિતિએ સૂચવેલા ઉમેદવારોમાંના એક છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં વાધેલા જૂથના 8, જનતાદળ જૂથના 8, કોંગ્રેસના 58 અને ઉત્કર્ષ સમિતિના 6 સભ્યોનો સમાવેશ થાય છે. બીજી તરફ વઢવાણની બેઠકમાં ઉમેદવારને બદલવા અને ધંધૂકાની બેઠક એનસીપીને ફાળવવાના મુદે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ઉગ્ર રૂપ ધારણ કરતો જાય છે.


આ પણ વાંચો :