ભાજપ ચૂંટણી જીત્યાં બાદ ભુલી ના જાય

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો

એજન્સી|

નમામિ દેવી નર્મદે -
* સરદાર સરોવર બંધ સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું.
* નર્મદાની નહેરો અને નેટવર્કને સમયબદ્ધ રીતે પૂર્ણ કરીશું.
* નર્મદાની મુખ્ય અને તેની સહાયક નહેરોમાંથી બનાસ સુધીની તમામ નદીઓમાં પાણી છોડવામાં આવશે અને તેની નદીઓ
ઉપર બંધ બાંધીને પાણી રોકવામાં આવશે.
* નર્મદા કેનાલના પાણીને સુસંગત એવા વોટર સ્પોર્ટ્સ, પ્રવાસન, રિક્રિએશન સેંટર્સ, એમ્યુઝમેંટ પાર્ક્સ, એગ્રો પ્રોસેસીંગ ઉદ્યોગો વગેરેનો વિકાસ થાય- તે માટે અભ્યાસ જૂથ રચીશું.
વન અને પર્યાવરણ - છોડમાં રણછોડ -
* વન ઔષધિ બોર્ડની રચના કરવી.
* નર્મદા કેનાલની આજુબાજુમાં હરિયાળી વિકસાવવા જનસંપર્ક અભિયાન.
* પર્યાવરણ લોકશિક્ષણ સેવા માટે શહેરી વિસ્તારોમાં "ગ્રીન કાર્ડ" યોજના. ( યુવાનોને પર્યાવરણથી પ્રેરિત રોજગારી)

યુવા ઉત્કર્ષ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ - બજરંગ યુવા ઉત્કર્ષ યોજના -
* નવી યુવા નીતિ સાથે નવી રમત-ગમત નીતિની ઘોષણા થશે.
* રાજ્યના જુદાં-જુદાં ઉદ્યોગગૃહો એક એક રમતને "દત્તક" લેતાં તેના વિકાસ માટે રમતવીરોને પ્રોત્સાહન આપશે.
* શ્રેષ્ઠ રમતવીરોને અગ્રિમતાના ઘોરણે નોકરી મળે, તે બાબતે પગલાં લેવામાં આવશે.

અનુસૂચિત જાતિના કલ્યાણ માટે - * ખાદી અને હાથવણાટના વણકારોને રોજી મળે, તે રીતે ખાદી હાથ વણાટ અને હસ્તકલા ઉદ્યોગને આગળ વધારવામાં આવશે.
* સફાઈના કામદારોને સેવાપોથી મળશે.
* અનુસૂચિત જાતિના ખેડૂતોની જમીનના સંજોગના દબાણની સામે રક્ષણ મળે, તેવું આયોજન.
* ચમાર ભાઇઓને ચમારકામ માટે વાડાની જમીન નીમ કરી આપીશું.
* વણકારોની બાકી રિબેટની રકમ ચૂકવી આપવામાં આવશે.
વનવાસી કલ્યાણ માટે -
* આદિવાસીને તેમની જમીનની સનદો આપેલ છે, તેમાંથી બાકી રહેતાને તેમની સનદો આપીશું.
* આદીવાસીઓની પર્વતીય ખેતીને પાણી આપવા માટે વરસાદની સીઝનના પાણીનો ચેક ડેમ કે ટાંકા દ્વારા સંગ્રહ કરીશું.
* આદિવાસીઓ માટે "એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી" ની સ્થાપના થશે.
* આદીવાસી વિસ્તારમાં વન્ય પેદાશ પર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. * આદિવાસીઓ માટે શામળાજી મુકામે સૈનિક શાળા બનશે.
* મહિળાઓ નિર્ણય માટે અને તેમજ વિકાસ માટે ભાગીદાર બને- તે બાબતે નવી નીતિ જાહેર થશે.

રિદ્ધિ સિદ્ધિ યોજના -
* રિદ્ધિ સિદ્ધિ યોજનાની મારફત ગામોમાં 20-25 બહેનોની મંડળી બને, બહેનો સંગઠિત થઇને પોતાનો વિકાસ કરે- તે માટેની ખાસ યોજના.
ગોપીધર યોજના -
* સંપૂર્ણ રીતે મહિળાઓથી સંચાલિત ગોપીઘરો સાત શહેરોમાં બનાવીશું. તેમાં ગ્રામ્ય વિસ્તારની મહિળાઓ અને મહિળા સંસ્થાનોની મારફત ઉત્પાદિત વસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. તેના લીધે મહિળાઓને પ્રોત્સાહન મળશે અને આવી વસ્તુઓની માંગણી પણ બનશે.

આંગણવાડી મહિળા કલ્યાણ બોર્ડ -
* આંગણવાડીમાં હજારો બહેનો બાળજીવનને સંસ્કાર સિંચવાની અદકેરી કામગિરી કરે છે. બહેનોનો વિકાસ અને આર્થિક સુરક્ષા માટે ચિંતન કરે, તેવું વેલ્ફેર બોર્ડ બનાવવામાં આવશે. * દરેક ગામમાં આંગણવાડી અનેબધી આંગણવાડીને એ ક મકાન!
* 78 ટકા બાળાઓમાં પોષણ ઓછું હોય છે અને તેમને ખૂટતું પોષણ મળી રહે, તે માટે ખોરાક અને દવાનું આયોજન.
* અહિળા કલ્યાણ માટે સામાજિક મુશ્કેલીમાં મુકાયેલ મહિળાઓને આપાતી કાયદાકીય સહાયનો વ્યાપ વધશે.

પછાત જાતિ કલ્યાણ -
* બક્ષી પંચની 132 જ્ઞાતીઓની પુન: સમીક્ષા કરી તેમાંથી અતિ પછાત જ્ઞાતિઓના વિકાસ માટે ખાસ પગલાં લેવામાં આવશે. * પછાત જ્ઞાતિઓને સ્વાવલંબી બનાવવા માટે ખાસ યોજનાઓ બનશે.
* બક્ષી પંચના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોનની સગવડ કરી આપવામાં આવશે.

અલ્પસંખ્યક કલ્યાણ :
* અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને સક્ષમ બનાવીને તેની મારફત અલ્પસંખ્યકોને સ્વરોજગારની વધુ તકો મળે, તેની
વ્યવસ્થા કરવી. * અલ્પસંખ્યકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા જન આંદોલન હાથ ધરાશે.
* ધર્મ અને ભાષા પર આધારિત લઘુમતીઓને શાંતિ અને સલામતી, તેમજ વિકાસ અને પ્રગતિની પૂરતી તકો મળે, તેવું આયોજન કરવું.

ગરીબી અને બેકારીનું નિવારણ :
* "ગ્રામ ત્યાં જ રોજી" ની નીતિ સામે અમલ કરવું.
* ગ્રામમિત્રની યોજનાથી દરેક ગામમાં પાંચ યુવાનોને પર્યાવરણ જાળવણી, જળ અને ભૂમિ સંરક્ષણ, તેમજ વૉટરશેડના કામોમાં લોકોને ભાગીદાર બનાવી તેમને રોજગારી આપવા તેમ જ ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમો બનાવવા.
સ્વશક્તિ પરિવાર યોજના -
* 33 લાખ ગરીબીની રેખાથી નીચે રહેતાં પરિવારોમાંથી એકને રોજગારી આપવા બાબતે પાંચ વર્ષમાં કુલ 1.5 લાખ "સેલ્ફ હેલ્પ જૂથ"ની રચના.

વિશ્વકર્મા યોજના -
* પરંપરાગત વેપાર-ધંધામાં સ્વરોજગારની તકો સુનિશ્ચિત રીતે મળે, તે માટે કારીગરોને સાધન અને ઓજારોની કિટ મળશે.
ગ્લોબલ એજ્યુકેશન એંડ એમ્પ્લોયમેંટ બોર્ડની ગોઠવણ -
* વિશ્વને બૌદ્ધિક કૌશલ્યની જરૂર છે, તે ગુજરાતના યુવાનો પાસે છે. ગુજરાતનો યુવાન, ઉચ્ચ શિક્ષણ પામવા માટે કે પછી નોકરી કરવા માટે પરદેશ ન જાય અને કોઇ રીતે લાલચમાં આવતાં લેભાગુ દલાલોના હાથમાં ન ફસાય, તે માટે રાજ્ય પોતે જ આવા યુવાનોને સહાયરૂપ થશે.

નાગરિક પુરવઠો અને ગ્રાહક સેવા * વાજબી ભાવ સપાટી જાળવી રાખવા બાબતે માર્કેટ ઇંન્ટરવેંશન.
* નાગરિકોને વાજબી ભાવે જીવન જરૂરિયાતોની ચીજો મળી રહે, તેવી પ્રતિબદ્ધતા.
* ભેળસેળ, કાળા બજાર અને તેમજ જમાખોરી કરનાર લોકો સામે કડક પગલાં લેવાં.
* ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા.
* કલ્પતરુ મોબાઇલ વાનનો લાભ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવો. * ગ્રામ્ય અને શહેરી કક્ષાએ નાગરિક પુરવઠા તંત્રના વહીવટમાં નાગરિકોની ભાગીદારી.

સામાજિક સુરક્ષા ... શ્રવણની ભક્તિ -
* વડીલ નાગરિકોને સહાયરૂપ થવા સ્પેશિયલ પેકેજ.
* વિધવા, ત્યકતા, ડિસેબલ પેંશન જેવા સમાજ સુરક્ષાના કવચો મેળવવા માટેની નીતિમાં સુધારો.
* આગમાં નાશ પામેલાં મકાનોના માલિકને નવા મકાન માટે સરદાર આવાસનો લાભ.
વડીલ નાગરિક સેવા સમિતિ -
* અનુભવોનું ભાથું મેળવીને નિવૃત્ત બની ગયેલા તંદુરસ્ત નાગરિકોના સ્વૈચ્છિક જૂથો બનાવી સાર્વજનિક જનસુખાકારીના સેવાક્ષેત્રોમાં પ્રવૃત્તિ થાય અને સમાજને તેમના અનુભવોનો લાભ પણ મળી શકે.

સહકાર -
* નવી સહકાર નીતિ જાહેર કરીશું.
* સહકારી બેંકોના થાપણદારોના હિતમાં હોય, તેવો સરકારી કાયદો લાવવામાં આવશે. * નાગરિક સહકારી બેંકો સાથે નાણાકીય ઠગાઇ કરનારા ડિરેક્ટરો, ઘિરાણ લેનારાઓ કે અન્ય કોઇ પણ સંકળાયેલ વય્ક્તિની
સામે પાસા જેવા કાયદા સહિત કડકમાં પગલાં ભરાશે.
* હાલમાં બંધ થયેલી નાગરિક સહકારી બેંકોના થાપણદારોને વીમા કવચના રૂ. 1 લાખ સુધીના થાપણના નાણાં 6 મહીનામાં ચૂકવી દેવાય, તેવો પ્રબંધ કરીશું.
* જે સહકારી બેંકો નબળી પડી હોય, તે બેંક અને એકસબળ બેંક બેનું જોડાણ કરીશું અથવા પગભેર બચાવવાની કામગિરી કરે, તેવી વ્યવસ્થા કરીશું.
પશુપાલન અને ડેરી વિકાસ -
* પશુપાલન અને ડેરી વિકાસની મારફત મહિળાઓની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરીશું.
* પશુ ઉછેર માટે મોબાઇલ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ ફૉર વિમેન શરૂ કરવામાં આવશે.
* પશુપાલન યુનિવર્સિટીની સ્થાપના થશે. .


આ પણ વાંચો :