ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

13 અને 4નો આંક ભાજપ માટે અશુભ કહેવાય ?

મોદીના જન્મ દિવસ પ્રમાણે તેઓને 4નો આંક બન્ને છે..

PRP.R

અમદાવાદ (વેબદુનિયા) ભાજપ માટે વળી પછી 13ના આંકની માયાજાળ કામ કરી રહી હોય તેમ જણાય છે. અંકશાસ્ત્રીઓ કહે છે કે, 13નો આંક ભાજપ માટે અપશુકનિયાળ છે. આંકડાશાસ્ત્રીઓની આજે માન્યતા છે કે, 13નો આંક અપશુકનિયાળ હોય છે, કમનસીબ હોય છે તે વાત ભાજપ માટે ઘણાં બધા પ્રસંગોએ આશ્ચર્યજનક રીતે સાચી પુરવાર થયેલી જણાય છે.

ભાજપને સાંપડેલી મોટા ભાગની હતાશાઓ, તેણે વેઠવી પડેલી રાજકીય પીછેહઠોનો સંબંધ ઘણે ભાગે આ અપશુકનિયાળ આક સાથે સંબંધ ધરાવતો જોવા મળેલો છે. ભાજપ માટે 13નો આંક ખરેખર અપશુકનિયાળ છે કે કેમ તે જાણવાનો ચકાસણીપૂર્ણ સમય ગુજરાતની આ વિધાનસભાની ચૂંટણી પૂરો પાડશે તેમ કહેવાય છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2007ના રોજ 58માં વર્ષમાં પ્રવેશ્યા છે. 58ના બંને આંકનો સરવાળો કરીએ તો (5+8 = 13) 13 થાય છે તેમની જન્મ તારીખના આંકડા (17-9-50)નો સરવાળો (1+7+9+5+0=22=2+2=4) થાય છે, આ 4નો આંક અંકશાસ્ત્રમાં ભાજપ માટેનો બીજો અપશુકનિયાળ આંક છે.

આમ ભાજપ ઉપર સૌથી વધુ નજર રાખી રહેલા લોકોના મનમાં સૌથી વધુ મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે, 13 અને 4ના આંક ભેગા મળીને ભાજપને ગુજરાતની ગાદી ઉપરથી ગબડાવશે? અંકશાસ્ત્રમાં માનતા લોકો એ બાબતનો નિર્દેશ કરે છે કે, વર્ષ 2004નો અને તે રીતે પોતાનો મુદ્દો સાચો પુરવાર કરે છે. 2004ના વર્ષમાં 13ના આંકે મહારાષ્ટ્રમાં શાસન કરવાના ભાજપના સ્વપ્નને રોળી નાંખ્યું હતું. અંકશાસ્ત્રઓ જણાવે છે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 13 ઓક્ટોબરે યોજાઈ હતી અને તેથી ભાજપે સત્તા ગુમાવી હતી. અને 13ના આંકનો વધારો કરતાં ચૂંટણી પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતાં.

13ને અપશુકનિયાળ ગણતા અંકશાસ્ત્રીઓ બીજો બનાવ પણ ટાંકે છે તે 1996માં કેન્દ્રમાં બાજપેયી સરકારના સોગંદવિધિનો છે. બાજપેયી પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે 13 દિવસ તેમણે સત્તા ભોગવેલી, તે પછી બીજી વાર એનડીએ સરકાર સત્તા ઉપર આવી ત્યારે માત્ર 13 માસ ટકી હતી.

1999માં 13ના શાપિત આંકની અસર ટળી હતી 13મી લોકસભાની ચૂંટણી પછી ભાજપની આગેવાની હેઠળના મોર્ચાની સરકાર સત્તા ઉપર આવી હતી. બાજપેયી તો 13 ઓક્ટોબર, 199ના રોજ વડાપ્રધાનપદે સોંગંદવિધિ થયો હતો.